મુંબઈ: મરાઠી સિનેમાના પ્રખ્યાત અભિનેતા જયરામ કુલકર્ણીનું 17 માર્ચના પુણેમાં અવસાન થયું છે. અભિનેતાએ 88 વર્ષની ઉમરમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમનો અંતિમ સંસ્કાર મંગવારે બપોરે 12 વાગ્યે કરવામાં આવ્યો હતો. અભિનેતાના અવસાનના સમાચારથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.



કુલકર્ણીએ 1956 માં ઓલ ઈન્ડિયા રેડિયો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું અને 1970 માં વેંકટેશ માડગુલકરના સહાયક નિર્દેશક તરીકે તેમની પહેલી ફિલ્મમાં કામ કર્યું હતું. તેમણે 1976થી ફિલ્મોમાં તેમની અભિનય કારકીર્દિની શરૂઆત કરી હતી.

જયરામ કુલકર્ણીનો જન્મ સોલાપુરમાં બરશી તાલુકાની પાસે થયો હતો. અભિનેતાને બાળપણથી ફિલ્મ સ્ટાર બનવાનો શોખ હતો. તેમને ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી લોકોના દિલોમાં અલગ છાપ છોડી છે. 'પ્રેમ દીવાને', 'જંજ તુઝી માજી' અને 'દે દનાદન' જેવી ફિલ્મો તેમની સુપરહિટ ફિલ્મોની યાદીમાં સામેલ છે.

તમને જણાવી દઈએ કે, જયરામ કુલકર્ણી પ્રખ્યાત ટીવી અભિનેત્રી મૃણાલ કુલકર્ણીના સસરા હતા. જેમને મોટા ભાગના લોકો સોનપની અને મીરાબાઈના નામથી જાણે છે.