નકલી હતા 'સુલતાન' ફિલ્મના ઘણાં એક્શન સીન્સ, જુઓ Video
નીચે ક્લિક કરી જુઓ વીડિયો
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ સુલતાને બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. આ ફિલ્મને ખૂબ વખાણમાં આવી હતી. ફિલ્મમાં સલમાન ખાન એક રેસલરની ભૂમિકામાં જોવા મળે છે. ફિલ્મમાં સુલતાન દાવ-પેચ જોઈને પ્રેક્ષકો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. પરંતુ હવે યશરાજ ફિલ્મ્સે એક મેકિંગ વીડિયો જારી કર્યો છે જેમાં બતાવવામાં આવ્યું છેકે, આ ફિલ્મમાં કેવી રીતે સલમાન ખાનના વીએફએક્સ દ્વારા સુલતાનના કેરેક્ટરને પ્રભાવશાળી બનાવવામાં આવ્યું છે. આવીડિયોને જોઈને તમને જાણવા મળશે કે આ ફિલ્મના કેટલાક જોરદાર સીન્સ જેની પ્રેક્ષકોએ ખૂબ વાહવાહ કરી હતી તે નકલી હતી. મતલબ એ સન્સનું શુટિંગ સ્ટુડિયોમાં જકરવામાં આવ્યું હતું અને બાદમાં વીએફએક્સની મદદથી તેમાં પ્રેક્ષકો, લાઈટિંગ અને અન્ય વસ્તુ બતાવવામાં આવી હતી. અહીં તસવીરમાં તમે ખુદ જોઈ શકો છો કે શુટિંગ કેવી રીતેથયું અને વીએફએક્સ બાદ તમને મોટા પરદે આ ફિલ્મ કેવી જોવા મળી હતી. તસવીર બાદ સૌથી નીચે વીડિયો પણ જરૂર જુઓ.