વિક્કી કૌશલે આ એક્ટ્રેસને કર્યું પ્રપોઝ તો આવું હતું સલમાન ખાનનું રિએક્શન....
હાલમાં જ યોજાયેલ સ્ટાર સ્ક્રીન એવોર્ડ ફંક્શનમાં કેટરીના અને વિક્કી આમને સામને થયા તો આ દરમિયાન વિક્કી તેની સાથે મજાક કરી રહ્યો હતો. તેણે મસ્તી કરતાં કેટરીનાને લગ્ન માટે પૂછી લીધું. તેની સાથે જ મુઝસે શાદી કરોગે ગીત ગાવા લાગ્યું. આ સાંભળીને બધા હસવા લાગ્યા. આ દરમિયાન સલમાન ખાન પણ ત્યાં હતો અને તેનું રિએક્શન જોવા જેવું હતું.
સલમાન આ દરમિયાન પોતાની બહેન અર્પિતા સાથે બેઠો હતો. તેણે વિક્કીનો સવાલ સાંભળીને પોતાનું માથું બહેનના ખભ્ભે મુકી દીધું. ત્યાર બાદ જ્યારે કેટરીના વિક્કીને કહે છે કે હિંમત નથી. તો સલમાન પણ જોર જોરથી હસવા લાગે છે.
મુંબઈઃ એક્ટર વિક્કી કૌશલ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મમાં યામી ગૌતમ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. વિક્કીની પોપ્યુલારિટી દિવસેને દિવસે વધી રહી છે. બોલિવૂડની અનેક એક્ટ્રેસ તેની સાથે કામ કરવા માગે છે. કરણ જૌહરના ચેટ શો ‘કોફી વિધ કરણમાં કેટરીના કૈફે જણાવ્યું હતું કે, તે વિક્કીની સાથે કામ કરવા માગે છે.