Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સ્પામાંથી થાઈલેન્ડની 7 યુવતીઓ ઝડપાઈ, શું કરતી હતી કામ? જાણો વિગત
હાલ તો પોલીસે તમામ યુવતીઓ અને સ્પા સંચાલકની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસે આ પહેલા એક સાથે 41 યુવતીઓને વર્ક પરમિટ વગર કામ કરતી ઝડપી પાડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ એસીપી આર.એસ.ટંડેલને બાતમી મળી હતી કે, રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ક પરમિટ વગર થાયલેન્ડની યુવતીઓ કામ કરી રહી હતી. ત્યારે એસીપી દ્વારા જાતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન થાયલેન્ડની સાત યુવતીઓ ઝડપાઈ હતી. જેમના પાસપોર્ટની તપાસ કરતા તમામ યુવતીઓ ટુરિસ્ટ વિઝા પર કામ કરતી જોવા મળી હતી.
રાજકોટ: છેલ્લા કેટલાંય સમયથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર ઈમિગ્રેશનનો વ્યાપ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસે ઈલિગલ ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. રાજકોટ પોલીસે સ્પામાં દરોડો પાડી સ્પા સંચાલક સહિત થાયલેન્ડની 7 યુવતીઓને ઝડપાઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -