નવી દિલ્હી: વિકી કૌશલની હાલજમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂત: ધ હૉન્ટેડ શિપ’ને સમીક્ષકો તરફથી કોઈ સારી પ્રતિક્રિયા મળી નથી, તો પણ બીજા દિવસે ઠીક ઠાક કમાણી કરી રહી છે. ફિલ્મે બે દિવસમાં 10 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરમ આદર્શન અનુસાર, ‘ભૂત: ધ હૉન્ટેડ શિપ’ ફિલ્મે બીજા દિવસે 5.52 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે પ્રથમ દિવસે 5.10 કરોડની કમાણી કતરી હતી. આ સાતે ફિલ્મની બે દિવસની કમાણી 10.62 કરોડ રૂપિયા થઈ છે. હવ વિકેન્ડના અંતિમ દિવસ પર ફિલ્મમેકર્સની નજર છે. આશા છે કે ફિલ્મ રવિવારે છ કરોડ કરતા વધુની કમાણી કરશે.


વિક્કી કૌશલ સ્ટારર ભૂતની સ્ટોરી એક હોન્ટેડ શિપ પર છે, જે ખરાબ મોસમના કારણે અચાનક મુંબઈના જૂહૂ બીચ પર આવી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે ભૂતની સ્ટોરી. ફિલ્મનું નિર્દેશન ભાનુ પ્રતાપ સિંહે કરી છે. આ ફિલ્મને ભારતની પહેલી એવી ફિલ્મ ગણાવી રહ્યાં છે જે એક પાણીના મોટા જહાજ પર શૂટ કરવામાં આવી છે.