વેલિંગ્ટનઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ લંચ વખતે 348 રન બનાવીને ઓલઆઉટ થતાં ભારત પર 183 રનની સરસાઈ મેળવી હતી. બુમરાહે ત્રીજા દિવસની શરૂઆતમાં જ ભારતને છઠ્ઠી સફળતા અપાવી હતી. 225 રન પર સાતમી વિકેટ પડી ગયા બાદ ન્યૂઝીલેન્ડ મોટી લીડ નહીં તેમ લાગતું હતું. પરંતુ છેલ્લી ત્રણ વિકેટે 123 રન ઉમેર્યા હતા. પ્રથમ ટેસ્ટ રમી રહેલા જેમિસને 45 બોલમાં 44 રન અને ટ્રેન્ટ બોલ્ટે 24 બોલમાં 38 રન ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને સર્વાધિક 89 રન બનાવ્યા હતા. ભારત તરફથી ઈશાંત શર્માએ 5, અશ્વિને 3 તથા બુમરાહ અને શમીએ 1-1 વિકેટ લીધી હતી.


જેમિસને પ્રથમ ઈનિંગમાં ભારતીય ટોપ ઓર્ડરને મુશ્કેલીમાં મુક્યો હતો અને 4 વિકેટ લીધી હતી. બેસિન રિઝર્વની ફાસ્ટ અને ઉછાળભરેલી પિચ પર બોલિંગ કરતાં તેણે કરિયરની પ્રથમ અને બીજી વિકેટ તરીકે અનુક્રમે પુજારા અને કોહલીને આઉટ કર્યા હતા. જે બાદ તેણે ન્યૂઝીલેન્ડની ઈનિંગમાં બેટિંગથી પણ કમાલ કર્યો હતો.


ન્યૂઝીલેન્ડ 225 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી તે બાદ નવમાં ક્રમે બેટિંગમાં આવેલા જેમિસને 45 બોલમાં 44 રન બનાવ્યા હતા. જેમાં તેણે ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે એક ખાસ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. જેમિસન કરિયરની પ્રથમ ટેસ્ટ ઈનિંગમાં સૌથી વધારે સિક્સર મારવા મુદ્દે ઓસ્ટ્રેલિયાના માઇકલ ક્લાર્કની બરાબરી કરી લીધી હતી. કલાર્કે ભારત સામે 2004માં નાગપુર ટેસ્ટમાં આ કારનામું કર્યુ હતું.  આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યૂ કરતી વખતે પ્રથમ ઈનિંગમાં જ સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો હતો.


Samsung એ ભારતમાં રજૂ કર્યો સ્ટાઈલિશ ફોન, ગણતરીની મિનિટોમાં જ થઈ ગયો Out of Stock, કિંમત છે એક લાખથી પણ વધુ

રિલાયન્સ JIO એ લોન્ચ કર્યો નવો વાર્ષિક પ્રીપેડ પ્લાન, જાણો એરટેલ અને વોડાફોનની સરખામણીએ સસ્તો છે કે મોંઘો