નવી દિલ્હી: સીએએ અને એનઆરસીના વિરોધ પ્રદર્શનને લઈ રાજધાની દિલ્હીમાં શાહીન બાગ પાર્ટ ટૂ શરૂ થઈ ગયું છે. યમુનાપારના ઝાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચે શનિવાર મોડી રાતથીજ મહિલા પ્રદર્શનકારીઓએ રોડ નંબર 66નાં એક રસ્તાને બ્લોક કરી દીધો છે. મહિલાઓ રસ્તાની વચ્ચે બેસીને પ્રદર્શન કરી રહી છે. અહીં પણ આ પ્રદર્શનનો કોઈ નેતા નથી અને ના તો કોઈ ગ્રુપ છે. જે પ્રદર્શનને લઈને અભિપ્રાય આપી શકે.


પ્રદર્શન કરી રહેલી મહિલાઓમાંથી એક મહિલાએ જણાવ્યું કે શનિવારે સાંજે પહેલા જાફરાબાદ, સીલમપુર સિવાય ચાંદ બાગ, કર્દમ પુરી વિસ્તારમાં લગભગ દોઢ મહિનાથી પ્રદર્શન કરી રહેલા લોકોએ ખાસ કરીને મહિલાઓએ પોલીસ પાસે રવિવારે સવારે 11 વાગ્યે થનારી માર્ચ માટે મંજૂરી માંગી હતી. પરંતુ પોલીસે સુરક્ષાનો હવાલો આપતા મંજૂરી આપી નથી. જેના કારણે મહિલાઓ જાફરાબાદ મેટ્રો સ્ટેશન નીચે ભેગી થઈ છે અને હવે ત્યાંજ રસ્તા પર ધરણા કરશે. કારણ કે કેન્દ્ર સરકારે અમારી માંગ સાંભળી નથી અને સીએએ તથા એનઆરસી કાયદો પરત લેવામાં નથી આવી રહ્યો.

પ્રદર્શનકારી મહિલાએ કહ્યું કે અમે એટલા માટે પણ માર્ચ કરી રહ્યાં હતા કે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે 23 ફેબ્રુઆરીએ (રવિવારે) ભારત બંધનું એલાન આપ્યું હતું અને અમે તેના સમર્થનમાં પગપાળા માર્ચ કરવા જઈ રહ્યાં હતાય

ચંદ્રશેખરે મહિલાઓના આ પ્રદર્શનને ભારત બંધની શરૂઆત ગણાવતા કહ્યું હતું કે ભાજપ સરકારને બહુજનોની તાકાતનો અહેસાસ કરાવવામાં આવે.