વિક્કી કૌશલની ફિલ્મ 'ભૂત ધ હોન્ટેડ શિપ'નું ટ્રેલર રિલીઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Feb 2020 05:04 PM (IST)
ડાયરેકટર કરણ જોહરની ફિલ્મ 'ભૂત ધ હોન્ટેડ શિપ'નું ટ્રેલર આજે રિલીઝ થયું છે.
બોલિવૂડ ડેસ્ક: ડાયરેકટર કરણ જોહરની ફિલ્મ 'ભૂત ધ હોન્ટેડ શિપ'નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મમાં બોલીવૂડ અભિનેતા વિક્કી કૌશલ જોવા મળશે. કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બનનારી આ પ્રથમ હોરર ફિલ્મને ભાનુ પ્રતાપ સિંહે ડિરેક્ટર કરી છે. વિક્કી કૌશલ સ્ટારર ભૂતની સ્ટોરી એક હોન્ટેડ શિપ પર છે, જે ખરાબ મોસમના કારણે અચાનક મુંબઈના જૂહૂ બીચ પર આવી જાય છે. ત્યારબાદ શરૂ થાય છે ભૂતની સ્ટોરી. ફિલ્મમાં વિકી કૌશલ પૃથ્વીના રોલમાં છે જેને આ ડેડ શિપની તપાસની જવાબદારી સોંપવામાં આવે છે. ત્યારબાદ પૃથ્વીની લાઈફમાં વિચિત્ર ઘટનાઓ ઘટવાની શરૂઆત થાય છે. ટ્રેલરમાં ભૂમિ પેડનેકરની ઝલક પણ દેખાડવામાં આવી છે. શશાંક ખૈતાન આ હોરર ફિલ્મને કરણ જોહર સાથે કો-પ્રોડ્યૂસ પણ કરી રહ્યા છે. આ ફિલ્મ 21 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે.