એરપોર્ટ પર સારા અલી ખાન કયા અભિનેતાને હગ કરતી જોવા મળી? નામ જાણીને ચોંકી જશો
abpasmita.in | 06 Aug 2019 02:16 PM (IST)
કાર્તિક લખનઉમાં પોતાની અપકમિંગ ફિલ્મની શુટિંગમાં બહુ જ વ્યસ્ત છે અને સારા ત્યાં તેની સાથે સમય પસાર કરવા પહોંચી ગઈ હતી.
મુંબઈ: અભિનેત્રી સારા અલી ખાન અને કાર્તિક આર્યન અફેર હોવાની ચર્ચાના કારણે બહુ ફેમસ થયા છે. જોકે, બંન્ને ઘણીવાર પોતાનાં લવનો પુરાવો પણ આપતાં રહ્યાં છે. કાર્તિક લખનઉમાં પોતાની અપકમિંગ ફિલ્મની શુટિંગમાં બહુ જ વ્યસ્ત છે અને સારા ત્યાં તેની સાથે સમય પસાર કરવા પહોંચી ગઈ હતી. સારાને લખનઉથી મુંબઈ જતી વખતે એરપોર્ટ પર જોવામાં મળી હતી. જેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં એરપોર્ટ પર સારા અને કાર્તિક એક બીજાને ગળે મળતાં જોવા મળ્યાં હતાં. કેમેરામેને આ આખો વીડિયો કેમેરામાં કેદ કરી લીધો છે. સારા જ્યારે એરપોર્ટ બહાર આવી ત્યારે તેની પાસે ઘણાં બધાં સુટકેસ પણ જોવા મળી હતી. જો કામની વાત કરીએ તો સારા અને કાર્તિક લવ આજ કલમાં સાથે જોવા મળવાનાં છે. સાથે જ બંન્નેની આ પહેલી ફિલ્મ છે. જે પ્રમાણે માહિતી મળે છે એ પ્રમાણે સૈફ અલી ખાન અને દિપીકા પાદુકોણની ફિલ્મ લવ આજ કાલની સિક્વલ છે.