Aindrila Sharma Sabyasachi Chowdhury: જાણીતી બંગાળી એક્ટ્રેસ એન્ડ્રિલા શર્મા (Aindrila Sharma) એ 20 નવેમ્બરે દુનિયાને અલવિદા કહી દીધુ હતુ, લાંબા સમયથી બ્રેઇન સ્ટ્રૉકના કારણે હૉસ્પીટલમાં એડમીટ રહેલી એન્ડ્રિલા શર્મા મલ્ટીપલ કાર્ડિયેક એટેકના કારણે જિંદગી હારી ગઇ હતી. એન્ડ્રિલા શર્માના નિધનથી બંગાળની આખી એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી શૉકમાં ડુબી ગઇ છે, પરંતુ એન્ડ્રિલા શર્માના જવાથી સૌથી વધુ દુઃખ તેના બૉયફ્રેન્ડ અને બંગાળી એક્ટર સબ્યસાચી ચૌધરી (Sabyasachi Chowdhury)નુ તુટ્યુ છે. આ બધાની વચ્ચે એન્ડ્રિલા શર્માના અંતિમ સંસ્કાર પહેલા સબ્યસાચીનો એક વીડિયો સામે આવ્યો છે. 


એન્ડ્રિલા શર્માના નિધનથી તુટ્યુ સબ્યસાચીનુ દિલ - 
સોશ્યલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે એન્ડ્રિલા શર્માના અંતિમ સંસ્કાર પહેલા તેનો મૃતદેહ જમીન પર રાખવામાં આવ્યો છે, આ દરમિયાન તેના પાર્ટનર સબ્યસાચી ચૌધરી તેને પગે લાગીને કિસ કરતો દેખાઇ રહ્યો છે. આ પછી સબ્યસાચી ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા રડવા માંડે છે. આ વીડિયોને જોઇને ખરેખરમાં તમારી આંખોમાં પણ આંસૂ આવી જશે. પોતાના પ્રેમને આ રીતે ગુમાવવી દુઃખ શું હોય છે, તે સબ્યસાચીના ચહેરા પર સ્પષ્ટ રીતે ઝલકી રહ્યું છે.






ખરેખરમાં સબ્યસાચી જ એ વ્યક્તિ છે, જે લાંબા સમયથી એન્ડ્રિલા શર્માના સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહી રહ્યો હતો, એન્ડ્રિલા શર્માની દરેક સમસ્યામાં સબ્યસાચીએ પોતાના પ્રેમને ખુબ સાથ આપ્યો, પરંતુ હવે જ્યારે એન્ડ્રિલા શર્મા સબ્યસાચી ચૌધરીને એકલો મુકીને જતી રહી છે,તો આ એક્ટર આ ગમને ભુલાવી નથી શકતો. આ વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


માત્ર 24 વર્ષની ઉંમરે નિધન
બે દિવસ પહેલા અભિનય ક્ષેત્રે વધુ એક માઠા સમાચાર સામે હતા, જાણીતી બંગાળી અભિનેત્રી એંડ્રીલા શર્માનું માત્ર 24 વર્ષની ઉંમરે નિધન થતા ઇન્ડસ્ટ્રી અને ફેન્સમાં શોક વ્યાયી ગયો હતો. એક્ટ્રસને બ્રેઈન સ્ટ્રોકના કારણે રવિવારે કોલકાતાની એક હોસ્પિટલમાં અવસાન થયું હતું. અભિનેત્રી થોડા દિવસ પહેલા જ મલ્ટીપલ કાર્ડિયાક એરેસ્ટનો ભોગ બની હતી અને ત્યારથી તે સારવાર હેઠળ હતી. આ સારવાર દરમિયાન જ તેને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. 


એંડ્રીલાને 1 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેણીને ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ હતું અને તેને ડાબી બાજુના ફ્રન્ટોટેમ્પોરોપેરીએટલ ડી-કમ્પ્રેસિવ ક્રેનિયોટોમી સર્જરી કરવામાં આવી હતી. નવેમ્બર 14 ના રોજ અભિનેતાને ઘણી વખત કાર્ડિયાક અરેસ્ટનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદપ અભિનેત્રીની તબિયત લથડી હતી. આખરે એંડ્રીલાએ 20 નવેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા.