21 વર્ષીય વિદિશા બધિર છે અને મુઝફ્ફરનગરની રહેવાસી છે. વિદિશા એશિયન એકેડમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝનની મોડલિંગ સ્ટૂડેન્ટ છે.
આ સ્પર્ધાના ફાઈનલ રાઉન્ડમાં 16 દેશોની 11 ફાઇનલિસ્ટ્સે ભાગ લીધો હતો. વિદિશા બાદ બીજા નંબરે દક્ષિણ આફ્રિકાની એક પ્રતિયોગી રહી હતી. આ ખિતાબ જીત્યા બાદ વિદિશાની આંખોમાં ખુશી સમાતી ન હતી. તે ખૂબ જ ખુશ નજર આવી રહી હતી. તેમણે ઇન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે આ ટાઈટલ જીતવાનું એક સપના જેવું છે. ઘણા એવા લોકો છે જે પોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી બેઠા છે પરંતુ તેઓ ખૂબજ ટેલેન્ટેડ છે અને તક ડિઝર્વ કરે છે.