નવી દિલ્હીઃ WhatsAppના ગ્લોબલ હેડ Will Cathcart પ્રથમવાર ભારત આવ્યા છે. નવી દિલ્હીમાં આયોજીત એક ઇવેન્ટમાં વોટ્સએપના હેડ અને નીતિ આયોગના ચેરમેન અમિતાભ કાંત હાજર રહ્યા હતા આ ઇવેન્ટમાં સમગ્ર ધ્યાન ઇન્ડિયામાં વોટ્સએપ કઇ રીતે લોકોને કનેક્ટ કરી રહ્યુ છે તેના પર રહ્યુ હતું. તે સિવાય વોટ્સએપ બિઝનેસની સફળતાની જાણકારી આપવામાં આવી હતી. વોટ્સએપ બિઝનેસ અંગે WhatsAppના હેડે કહ્યું કે, ભારતમાં વોટ્સએપ બિઝનેસ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. નાના બિઝનેસ વોટ્સએપ મારફતે પોતાના ગ્રાહકોથી કનેક્ટ કરી રહ્યા છે.
દરમિયાન વોટ્સએપ હેડે કહ્યું કે, અમે વોટ્સએપ પેમેન્ટને યુપીઆઇ સ્ટાન્ડર્ડ પર સફળતાપૂર્વક પાયલટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે અને અમે તેને વિસ્તારીત કરવાની તૈયારી કરી રહ્યા છીએ. વોટ્સએપ પર પેમેન્ટ કરવું મેસેજ મોકલવા જેટલું સરળ રહેશે. અમે આ સર્વિસ ભારતમાં આ વર્ષે જ શરૂ કરવાના છીએ.
નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું કે, અમે વોટ્સએપ પેનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. કંપની ઘણા સમયથી ભારતમાં રેગ્યુલેશન સાથે ઝઝૂમી રહી છે. ભારતમાં વોટ્સએપના સૌથી વધુ યુઝર્સ છે અને કંપની અહી વોટ્સએપ પે શરૂ કરવા માંગે છે. લોકો તેનો ઉપયોગ કરશે. આ લોકો માટે ટ્રાજેક્શનની સરળ રીત હશે.નોંધનીય છે કે ઘણા સમયથી ભારતમાં વોટ્સએપ પેને લઇને વાતચીત ચાલી રહી છે પરંતુ ડેટા લોકલાઇઝેશન અને ક્લિયરન્સને કારણે તેમાં મોડું થઇ રહ્યું છે. ડેટા લોકલાઇઝેશનને વાતચીત અંતિમ તબક્કામાં છે.
Will Cathcartએ કહ્યું કે, નીતિ આયોગ સાથે પાર્ટનરશીપ અમારા માટે સન્માનની વાત છે અને તે હેઠળ ભારતમાં મહિલા બિઝનેસ લીડર્સને હેલ્પ અને સપોર્ટ કરવામાં આવશે. વોટ્સએપ પે શરૂ થતાં તે ગુગલ પેને ટક્કર આપી શકે છે.