નવી દિલ્હીઃ વિરાટ કોહલીને આઈપીએલમાંથી જ્યારે પણ મોકો મળે છે ત્યારે પત્ની અનુષ્કા સાતે મસ્તી કરવાનું ભૂલતો નથી. તાજેતરમાં વિરાટ-અનુષ્કા એકબીજા સાથે લેઝર ટેગ રમતા જોવા મળ્યા. બંનેનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

અનુષ્કા ટોય ગનથી વિરાટને શૂટ કરી રહી છે તો વિરાટ મરવાની એક્ટિંગ કરી રહ્યો છે. ઉપરાંત તેની એક્ટિંગ પણ શાનદાર છે. વીડિયો અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.અનુષ્કાએ હાલ ફિલ્મોમાંથી બ્રેક લીધો છે અને સતત પતિ સાથે ટ્રાવેલ કરી રહી છે.

વિરાટ કોહલી હાલ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં વ્યસ્ત છે. મેચ બાદ બંને કોલકાતાતી રવાના થઈને બેંગ્લોર પહોંચ્યા હતા. એરપોર્ટ પર બંનેના ફેન્સે વિરુષ્કા-વિરુષ્કા કહીને બૂમો પાડી હતી.

અનુષ્કા આઇપીએલ દરમિયાન વિરાટને ચીયર કરતી જોવા મળે છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન છે. હાલ પોઇન્ટ ટેબલમાં આરસીબીની ટીમ છેલ્લા ક્રમે છે.