રાજકોટઃ વિરાટ-અનુષ્કા પહોંચ્યા પૂજારાના ઘરે, જાણો એરપોર્ટ પર વિરાટે અનુષ્કાને કેવી રીતે કરી વિદાય
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં રાજકોટમાં ક્રિકેટ ફીવર ચાલી રહ્યો છે. જેમાં સૌથી વધારે ચર્ચા વિરાટ અને અનુષ્કાની થઈ રહી છે. રાજકોટના મહેમાન બનેલા ક્રિકેટરોને રવિવારે રાત્રે ચેતેશ્વર પૂજારાએ પોતાના ઘરે આમંત્રિત કર્યા હતા. અહીં ટીમ ઈન્ડિયાના કોચ સહિત ખેલાડીઓએ ડિનર પાર્ટીની મજા લીધી હતી. જેમાં કેપ્ટન વિરાટ કોહલી તેની ગર્લ ફ્રેન્ડ અને એક્ટ્રેસ એવી અનુષ્કા શર્મા સાથે પહોંચ્યો હતો. પૂજારાના ઘરમાંથી નિકળતાં જ વિરાટ અને અનુષ્કા મીડિયાની બાજ નજરથી બચી શક્યા ન હતા. બંને આબાદ રીતે કેમેરામાં કેદ થયા હતા. અહીંથી નીકળીને બધા એરપોર્ટ ગયા હતા જ્યાં વિરાટે અનુષ્કાને હગ કરીને વિદાય આપી હતી.મીડિયાને જાણ થતાં જ ક્રિકેટરના નિવાસસ્થાને પહોંચી ગયું હતું. જ્યાં અનુષ્કા વિરાટને કેમેરામાં કેદ કરતાં રોકવા માટે ચેતેશ્વર અને તેની પત્ની પૂજા ખૂબ પ્રયાસ કર્યા હતા પરંતુ મીડિયાની નજરથી બચાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -