વિરાટ કોહલીએ અનુષ્કાને કંઈક આ રીતે ખવડાવી કેક, સોશિયલ મીડિયા થઈ ગયું ફિદા, જુઓ
અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ થયો હતો. આ જન્મદિવસ લગ્ન બાદ તેનો પહેલો જન્મ દિવસ છે. ત્યારે લવિંગ હસબન્ડ વિરાટે તેના જન્મદિવસને ખાસ બનાવવા પાછળ કોઈ કસર નહીં જ છોડી હોય, આ તસવીરને શેર કરતા વિરાટે લખ્યું કે, ‘હેપ્પી બર્થ ડે લવ, મારા જીવનની સૌથી પોઝિટિવ અને ઈમાનદર વ્યક્તિ, લવ યુ’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સવારે વિરાટે સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તે અનુષ્કાને કેક ખવડાવી રહ્યો છે.
મુંબઈ: બૉલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે પોતાનો 30મો જન્મદિવસ મનાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેના ફ્રેન્ડ્સ અને ફેન્સ અનુષ્કા શર્માને વિશ કરી રહ્યા છે. હવે જ્યારે આખો દેશ અનુષ્કાને શુભેચ્છા દેતો હોય ત્યારે પતિ વિરાટ કોહલી થોડો પાછળ રહે.
વિરાટ અને અનુષ્કા ગત વર્ષે 11 ડિસેમ્બરના ભારતીય રીતિ-રીવાજો મુજબ ઇટલીમાં ગુપચુપ લગ્ન કરી લીધા હતા. વેડિંગમાં આ કપલે જાણીતા ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરેલા આઉટફિટ પહેર્યા હતા. વિરાટ અને અનુષ્કા પાછલા 4 વર્ષથી એકબીજના ડેટ કરી રહ્યા હતા. લગ્ન બાદ નવી દિલ્હી અને મુંબઈમાં તેમણે ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -