બેંગલોર: IPL 2019ની 17મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગ્લોર વચ્ચે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.  બેંગ્લોર સામે આંદ્ર રસેલે આક્રમક બેટિંગ કરતા કોલકતાને શાનદાર જીત અપાવી હતી.  રસેલે 13 બોલમાં સાત છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 48 રનની વિસ્ફોટક ઇનિંગના દમ પર કોલકતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને પાંચ વિકેટથી હરાવી દીધું હતું. કેકેઆરીની આઈપીએલ સીઝન 12માં આ ત્રીજી જીત હતી જ્યારે આરસીબીએ સતત પાંચમી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી બેંગ્લોરની ટીમે વિરાટ કહોલી અને ડિવિલિયર્સની શાનદાર ઇનિંગની મદદથી 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 205 રન બનાવી કોલકાતાને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં કોલકતાએ  નાઈટ રાઇડર્સે 19.1 ઓવરમાં 206 રન કરીને 5 વિકેટે મેચ જીતી હતી. આન્દ્રે રસેલે 18 બોલમાં અણનમ 48 રન કરી એકલા હાથે મેચ જીતાડી હતી. એક સમયે કોલકાતાને મેચ જીતવા 18 બોલમાં 53 રનની જરૂર હતી અને મેચ લગભગ સમાપ્ત થઇ ગઈ હતી. જોકે રસેલે 7 છગ્ગા અને 1 ચોક્કો મારી બેંગ્લોરના હાથમાંથી મેચ છીનવી લીધી હતી. આ સિવાય ક્રિસ લિને 43 રન અને નીતીશ રાણાએ 37 રનનું યોગદાન આપ્યું હતું. બેંગ્લોર માટે પવન નેગી અને નવદીપ સૈનીએ 2-2 વિકેટ જયારે યૂઝવેન્દ્ર ચહલે 1 વિકેટ લીધી હતી. બેંગ્લોર તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા 49 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 84 રન બનાવી અણનમ રહ્યો હતો. આ સાથે કોહલીએ 31 બોલમાં આઇપીએલની 35મી ફિફટી પૂરી કરી હતી. એબી ડિવિલિયર્સ 63 રન પાર્થિવ પટેલ 25 રન અને સ્ટોઈનિસે 28 રન બનાવ્યા હતા. MUST WATCH : Captain Kohli's stylish 84(42) lights up Bengaluru કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટ્ન દિનેશ કાર્તિકે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાની ટીમમાં નિખિલ નાઈકની જગ્યાએ સુનિલ નારાયણ રમી રહ્યો છે. જયારે બેંગ્લોરે પણ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. શિમરોન હેટમાયર અને ઉમેશ યાદવની જગ્યાએ પવન નેગી અને ટિમ સાઉથી રમી રહ્યા છે.

.@DineshKarthik wins the toss and elects to bowl first at the Chinnaswamy ????????#RCBvKKR pic.twitter.com/V9LmTVAl0a

— IndianPremierLeague (@IPL) April 5, 2019 બેંગ્લોરની ટીમ: વિરાટ કોહલી(કેપ્ટન), પાર્થિવ પટેલ, એબી ડિવિલિયર્સ, માર્કસ સ્ટોઈનિસ, મોઈન અલી, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની, પવન નેગી, યજુવેન્દ્ર ચહલ, અક્ષરદીપ નાથ અને ટીમ સાઉથી કોલકાતાની ટીમ: દિનેશ કાર્તિક(કેપ્ટન), રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, આંદ્રે રસેલ, સુનિલ નારાયણ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, નીતીશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા અને લોકી ફર્ગુસન