મુંબઇઃ બૉલીવુડ એક્ટર ઋત્વિક રોશન અન ટાઇગર શ્રોફ સ્ટારર 'વૉર' ફિલ્મએ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. વૉર અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી 10મી હિન્દી ફિલ્મ બની ગઇ છે. આ એક્શન-થ્રિલર ફિલ્મએ વર્ષ 2019માં અત્યાર સુધી રિલીઝ થયેલી ફિલ્મોમાંથી સૌથી વધુ બિઝનેસ કર્યો છે. કમાણીના મામલે 'વૉર' એ 'કબીર સિંહ' અને 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક'ને પણ પછાડી દીધી છે.

ફિલ્મ બિઝનેસ એક્સપર્ટૉ તરણ આદર્શ અનુસાર, 'વૉર'એ કુલ 280.60 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જેમાં હિન્દી, તામિલ અને તેલુગુ એડિશનનુ કલેક્શન સામેલ છે.


તરણ આદર્શે બુધવારે ટ્વીટ કર્યુ, " 'વૉર' 10મી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. આ લિસ્ટમાં
1. બાહુબલી 2 (હિન્દી)
2. દંગલ
3. સંજૂ
4. પીકે
5. ટાઇગર જિન્દી હૈ
6. બજરંગી ભાઇજાન
7. પદ્માવત
8. સુલ્તાન
9. ધૂમ 3
10. વૉર
11. કબીર સિંહ
12. ઉરી


સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી વૉર માં ઋતિક અને ટાઈગર વચ્ચે ધમાકેદાર એક્શન સીન્સ ફિલ્માવામાં આવ્યા છે. આ ફિલ્મમાં વાણી કપૂર પણ મહત્વની ભૂમિકા ભજવી છે.