નાઇટ ક્લબમાં નશામાં મહિલાની બે સ્ટુડન્ટ સાથે થઈ મુલાકાત, લઈ ગયા મેન્ટેનન્સ રૂમમાં ને.....
abpasmita.in | 17 Oct 2019 08:15 AM (IST)
ઘટના બાદ તેમણે મહિલાના કપડા પણ બદલી નાંખ્યા હતા અને બાદમાં તેને ટોયલેટમાં એકલી મૂકીને ભાગી ગયા હતા. ઘટનાની માત્ર 6 મિનિટ પહેલા નાઇટ ક્લબના ડાંસફ્લોર પર મહિલાની આ બંને સ્ટુડન્ટ્સ સાથે મુલાકાત થઈ હતી.
(પ્રતીકાત્મક તસવીર)
લંડનઃ એક નાઇટ ક્લબમાં મહિલાની બે ધનિક સ્ટુડન્ટ સાથે મુલાકાત થઈ હતી. મુલાકાતની માત્ર 6 મિનિટમાં જ બંનેએ મહિલા પર રેપ કર્યો હતો. લંડનમાં થયેલી ગેંગરેપની આ ઘટનામાં બ્રિટિશ કોર્ટે ઈટાલીના બંને વિદ્યાર્થીઓને દોષી જાહેર કર્યા હતા. ઘટના દરમિયાન મહિલા નશામાં હોવાના કારણે કોર્ટે માન્યું કે, તે સહમતિ આપવાની સ્થિતિમાં નહોતી. (પ્રતીકાત્મક તસવીર) ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં મહિલા પર રેપમાં દોષી જાહેર થયેલા સ્ટુડન્ટ ઓરલાન્ડો (ઉ.25) અને લોરેન્ઝો કોસ્ટાન્ઝો (ઉ.26) સેલિબ્રેશન કરતા અને ગળે મળતા જોવા મળે છે. બંને વિદ્યાર્થીએ મહિલાને નાઇટ ક્લબના મેન્ટેનન્સ રૂમમાં લઈ જઈને રેપ કર્યો હતો. (પ્રતીકાત્મક તસવીર) ઘટના બાદ તેમણે મહિલાના કપડા પણ બદલી નાંખ્યા હતા અને બાદમાં તેને ટોયલેટમાં એકલી મૂકીને ભાગી ગયા હતા. ઘટનાની માત્ર 6 મિનિટ પહેલા નાઇટ ક્લબના ડાંસફ્લોર પર મહિલાની આ બંને સ્ટુડન્ટ્સ સાથે મુલાકાત થઈ હતી. રેપ બાદ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેથી તેના સર્જરી પણ કરાવવી પડી હતી. ઘટના અંગે વિદ્યાર્થીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, મહિલાએ સેક્સ માટે સહમતિ આપી હતી. પરંતુ જજે કહ્યું કે આ પ્રકારના મામલામાં પૂરતી જેલની સજા થાય છે. અમદાવાદમાં વાહન ચાલકો પર રાત્રે પણ નજર રાખશે ત્રીજી આંખ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરવો પડશે ભારેકબીર સિંહની સફળતા બાદ શાહિદ કપૂરને મળી સાઉથની ફિલ્મની ઓફર, મળશે અધધ રૂપિયાધોનીના ભવિષ્યને લઈ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન, કહ્યું- હું તેની સાથે......