ઋતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ નું ટીઝર થયું રિલીઝ
abpasmita.in | 21 Oct 2016 06:33 PM (IST)
નવી દિલ્લી: ઋતિક રોશનની આગામી ફિલ્મ કાબિલ નું ટીઝર રિલીઝ થયું છે. ટ્રેલરમાં માત્ર ઋતીક રોશન અવાજ સાંભળવા મળે છે. તે ટીઝરમાં જોવા નથી મળતો. 41 સેકેંડના ટીઝરમાં ઋતીક કહી રહ્યા છે કે તમારી આંખો તો ખૂલી હશે પરંતુ આપ કંઈ જોઈ નહી શકો. આપના કાન ખૂલા રહેશે પરંતુ આપ કંઈ સાંભળી નહી શકો. તમારૂ મોઢું ખૂલ્લુ રહેશે છતાં આપ કંઈ બોલી નહી શકો. તમે બધુ સમજી જશો પરંતુ કોઈને સમજાવી નહી શકો. અવાજ સમાપ્ત થતાની સાથે જ ટીઝર પૂરૂ થઈ જાય છે. ત્યારબાદ એક પ્લેટ પર લખવામાં આવે છે કે ટ્રેલર 26 ઓક્ટોમ્બરના રિલીઝ થશે. આપની જાણકારી માટે જણાવીએ કે આ ફિલ્મમાં ઋતીક રોશનની સાથે યામી ગૌતમ પણ જોવા મળશે. આ ફિલ્મ 26 જાન્યુઆરીના રિલીઝ થશે.