નવી દિલ્હીઃ કેબિનેટ મીટિંગમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. નીતિ નીર્માણ અને કેબિનેટના નિર્ણયની ગોપનીયતા જળવાઈ રહે અને સંવેદનશીલ જાણકારીને લીક થતી રોકવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે આ નિર્ણય કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર કેન્દ્રીય સચિવાલયને આ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. આ પીએમઓના અદેશ પર બહાર પાડવામાં આવ્યો છે.
તેમાં પર્સનલ સચિવને કહેવામાં આવ્યું છે કે, તે આ નિર્ણય વિશે પોત પોતાના પ્રધાનોને જાણકારી આપે કે કેબિનેટ અને કેબિનેટ કમિટીઓની બેઠકમાં હવેથી સ્માર્ટફોન અથવા મોબાઈલ લઈ જવાની મંજૂરી નથી. ઇન્ટેલીજન્સ જાણકારી અનુસાર સરકારે આશંકા છે કે, સર્જિકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની અને ચીનની ગુપ્તચર એજન્સીઓ ફોન હેક કરી શકે છે.
આ પહેલા સંવેદનશીલ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓને કહેવામાં આવ્યું હતું કે, તે પોતાના મોબાઈલ ફોનને સત્તાવાર કોમ્પ્યુટર અથવા લેપટોપથી ચાર્જિંગ માટે કનેક્ટ ન કરે. સાઉથ બ્લોકમાં પીએમો, ડિફેન્સ મિનિસ્ટ્રી અને વિદેશ મંત્રાલયને નો સ્માર્ટપોન ઝોન બનાવવામાં આવ્યા છે.