નવી દિલ્લીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગવાસ્કર ટ્રોફીની ચાર ટેસ્ટ મેચ પૂણે, બેગ્લુરુ, રાંચી અને ધર્મશાળામાં રમાશે. બીસીસીઆઇએ શુક્રવારે આ સ્થળોની જાહેરાત કરી હતી. પુણે, રાંચી, ધર્મશાળામાં પ્રથમવાર કોઇ ટેસ્ટ રમાશે. આ સીરિઝની પ્રથમ ટેસ્ટ પૂણેમાં 23 ફેબ્રુઆરીથી 27  ફેબ્રુઆરીના રોજ રમાશે. ત્યારબાદ આગામી ટેસ્ટ 4 માર્ચથી  8 માર્ચ વચ્ચે બેગ્લુરુમાં રમાશે. ત્રીજી ટેસ્ટ રાંચીમાં 16થી20 માર્ચ વચ્ચે રમાશે. જ્યારે અંતિમ ટેસ્ટ ધર્મશાળામાં 25થી29 માર્ચ વચ્ચે રમાશે. ઓસ્ટ્રેલિયાનો છેલ્લો ભારત પ્રવાસ સારો રહ્યો નહોતો અને તેણે ભારત વિરુદ્ધ 4-0થી હારનો સામનો કરવો પડ્યો હતો.