Isha Talwar Pics: મિર્ઝાપુર 2માં દેખાયેલી માધુરી યાદવ એટલે કે ઇશા તલવારે પોતાના ભારતીય લૂકથી ખુબ લાઇમલાઇટમાં આવી હતી, હવે તેને ડેનિમમાં પોતાનો એકદમ હૉટ એન્ડ ગ્લેમરસ અવતાર ફેન્સની વચ્ચે શેર કર્યો છે.


હિટ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર 2’ (Mirzapur 2)ના તમામ પાત્રોને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા, સીરીઝમાં માધુરી યાદવ (Madhuri Yadav) ની ભૂમિકા નિભાવનારી એક્ટ્રેસ ઇશા તલવાર (Isha Talwar) પણ ખુબ ચર્ચામાં રહી હતી, હવે સીધી સાદી દેખાનારી માધુરી ભાભીએ પોતાની કેટલીક તસવીરોથી ફેન્સને દિવાની બનાવી દીધા છે. 






'મિર્ઝાપુર 2'માં સીધી સાદી સાડીમાં લપેટાઇને દેખાનારી ઇશા તલવારે હાલમાં પોતાની કેટલીક ગ્લેમરસ તસવીરો શેર કરી છે, જેને જોઇને લોકો તેના હૂસ્નના કાયલ થઇ રહ્યાં છે. આ તસવીરોમાં ઇશા તલવારએ સાઇડ થાઇ હાઇ સ્લિટ ડેનિમ સ્કર્ટ અને હૉલ્ટર નેક ડેનિમ ક્રૉપ ટૉપ પહેરેલુ છે, તેને આને ગૉલ્ડન ઇયરરિંગ્સ અને બ્રેસલેટની સાથે ટીમ-અપ કર્યુ છે. 






તસવીરોમાં ઇશા તલવારએ માત્ર પોતાના ટૉન્ડ લેગ્સ જ ફ્લૉન્ટ નથી કર્યા, પરંતુ ઓપન બેકલેસ લૂકમાં તેને પોતાનો સિઝલિંગ લૂક પણ ફ્લૉન્ટ કર્યો છે. ઇશા તલવારે આ લૂકની સાથે સાથે હેયરસ્ટાઇલ કેરી કરી છે. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે.  






ઉલ્લેખનીય છે કે, 'મિર્ઝાપુર 3'માં ઇશા તલવાર પોતાના પતિ મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુ શર્માની વિધવા તરીકે ખૂબ દબંગ રૉલમાં દેખાશે. થોડાક સમય પહેલા ઇશા તલવારે શૂટિંગ રેપઅપની ઝલક શેર કરી હતી, જેમાં તે સફેદ સાડીમાં દેખાઇ રહી હતી.