તેમણે પ્રિયંકાના ડીપ નેકલાઈન ડ્રેસને ટાર્ગેટ કર્યો હતો. આ બાદ એક્ટ્રેસ સુચિત્રા કૃષ્મમૂર્તિએ તેને ખખડાવી નાંખ્યો હતો. ત્યાર બાદ ઘણાં લોકો વેંડલ પર બોડી શેમિંગનો આરોપ પણ લગાવી રહ્યા છે. હવે વેંડલ રોડ્રિક્સનો ચારેબાજુથી વિરોધ બાદ પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી છે અને ખુદના બચાવમાં ઉતરવું પડ્યું છે. તેણે નવી પોસ્ટ શેર કરતાં સ્પષ્ટ કરી છે, તેણે પ્રિયંકાની બોડીની મજાક નથી ઉડાવી પરંતુ માત્ર ડ્રેસ પર સવાલ ઉઠાવ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકા અને નિક જોનસની ગ્રેમી અવોર્ડ્સની તસવીર શેર કરતાં વેંડલે લખ્યું, “જે લોકોએ બોડી શેમિંગને લઈને મને ખરી-ખોટી સંભળાવી હતી તેમના માટે અહીં જવાબ છે. શું મેં પ્રિયંકાના શરીર પર કોઈ કોમેન્ટ કરી? ના. ઘણી મહિલાઓએ કરી છે. મેં માત્ર એટલું જ કહ્યું કે, જે ડ્રેસ હતો તે પ્રિયંકા માટે યોગ્ય નહોતો. આ પ્રકારની વાતો બોલતાં અને ફેલાવતા પહેલા આ પોસ્ટ બરાબર વાંચી લો.”
વેંડલે આગળ લખ્યું, “કેટલાક કપડાં પહેરવાની ઉંમર હોય છે. મોટી ફાંદવાળા પુરુષોએ ટાઈટ ટી-શર્ટ ના પહેરવું જોઈએ. આ જ વાત મહિલાઓ માટે પણ લાગુ પડે છે જે એક ઉંમર પછી મિની સ્કર્ટ કે ડ્રેસ પહેરવા માંડે છે. જો તમારી પાસે ના હોય તો તમે દેખાડો ના કરો. મેં બરમુડા પહેરાવાના છોડી દીધા કારણકે મને વેરકોસ વેન્સની તકલીફ છે. દરેક મુદ્દાની જાતિય કે બોડી શેમિંગ સાથે જોડાવાની જરૂર નથી. જો તમને મારી પોસ્ટ ના ગમી હોય તો તમને મને અનફ્રેન્ડ કરી શકો છો.”