આ મેચ આઈપીએલના પ્રથમ મેચથી ત્રણ દિવસ પહેલા એટલે કે 26 માર્ચના રોજ રમાશે, જોકે આ મેચ ક્યાં રમાશે તેના પર હજુ સુધી નિર્ણય કરવામાં આવ્યો નથી. આ મેચમાં વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા એક જ ટીમમાંથી રમશે. આઈપીએલની પ્રથમ અને ફાઈનલ મેચ મુંબઈમાં રમાશે. આ મેચ ઉત્તર-પૂર્વ ભારતની ચાર ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબ, દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ અને દક્ષિણ-પશ્ચિમ ભારતની ફ્રેન્ચાઇઝી ચેન્નાઈ સુપરકિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલોર, સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ વચ્ચે થશે.
જોમ આમ થાય તો વિરાટ કોહલી અને રોહિત શર્મા ધોનીની કેપ્ટનશિપમાં રમતા જોવા મળશે. ત્રણેય પોત પોતાની ટીમના કેપ્ટન છે માટે આ ત્રણેય ખેલાડી ઓલ સ્ટાર મેચમાં એક ટીમ તરફથી રમશે તો એ વાતમાં કોઈ શંકા નથી કે ટીમની કેપ્ટનશિપ ધોનીના હાથમાં રહેશે. આ ટીમમાં એબી ડી વિલિયર્સ, શેન વોટ્સન, બુમરાહ અને લસિથ મલિંગા પણ જોવા મળી શકે છે.
આ મેચ ક્યાં રમાશે તેની લઇને સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. માનવામાં આવે છે કે આઈપીએલ-2020 (IPL 2020)ની ઉદ્ઘાટન મેચ પહેલા ઓલ સ્ટાર મેચ કરાવવાનો આઈડીયા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને આઈપીએલ ચેરમેન બ્રૃજેશ પટેલનો છે.