નવી દિલ્હીઃ હાલમાં જ યોજાયેલ લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની જાદવપુર લોકસભા સીટ પરથી ટીએમસીની મીમી ચક્રવર્તી જીતી ગઈ છે. જોકે સોશિયલ મીડિયામાં તેની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે અને તેનું કારણ છે તેની સુંદરતા. તેને સુંદર સાંસદ ગણાવવામાં આવી રહી છે. રાજનીતિમાં આવ્યા પહેલા મિમી ચક્રવર્તી એક્ટ્રેસ હતી. આ વર્ષે પણ ેતની બે ફિલ્મ રિલીઝ થવાની છે.



મિની પશ્ચિમ બંગાળની જાદવપુર સીટથી ટીએમસીની ટિકિટ પર ચૂંટણી લડી હતી. મિમીએ જાદવપુર સીટ પરથી 47.91 ટકા વોટ શેર સાથે કુલ 688472 વોટ મેળવ્યા. જ્યારે તેના વિરોધી ભાજપના ઉમેદવાર અનુપમ હજારેને 27.37 ટકા વોટ શેર સાથે કુલ 393233 વોટ મળ્યા હતા. આ મિમી ત્રણ લાખ જેટલા વોટથી જીત મેળવી હતી.

તેણે અભિનય કરિયરની શરૂઆત 2008માં શરૂ કરી હતી. પરંતુ ટીવી સિરીયલ ગનેર અપોરથી વધારે જાણીતી થઈ.



તેણે લગભગ 10 વર્ષ બંગાળી સિનેમામાં સારા રોલ કરી ચુકી છે. મિલીને અભિનય માટે અત્યાર સુધીમાં ચાર એવોર્ડ મળી ચુક્યા છે.



મિમીની ઉંમર હાલમાં 30 વર્ષ છે. તેનો જન્મ પશ્ચિમ બંગાળના જલપાઈગુડી શહેરમાં વર્ષ 1989માં થયો હતો. બાળપણ અરૂણાચલમાં વિતાવ્યું. અભ્યાસ જલપાઈગુડી શહેરમાં કર્યો.