નવી દિલ્હીઃ રમતનમાં મેદાનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સ્પર્ધા જગ જાહેર છે. વર્લ્ડ કપમાં ભારત હંમેશા પાકિસ્તાન પર ભારે પડ્યું છે. આ બન્ને ટીમ અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં છ વકત ટકરાઈ છે દરેક મેચમાં ભારતે જીત મેળવી છે. આગામી 30 મેથી ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્લ્ડ કપમાં એક વખત ફરી ભારત પાકિસ્તાન આમને સામને થશે. 16 જૂનના રોજ રમાનાર આ મેચમાં ભારતનું પલડું ભારે છે. પરંતુ પાકિસ્તાનના મુખ્ય સિલેક્ટર્સ ઇન્ઝમામ ઉલ હકે વર્લ્ડ કપમાં આ વખતે તેમની ટીમ ભારતનો જીતનો સિલસિલો તોડવામાં સફળ રહેશે.



ઇન્ઝમામે કહ્યું હતું કે લોકો ભારત-પાકિસ્તાન મેચને ઘણી ગંભીરતાથી લેતા હોય છે. કેટલાક તો ત્યાં સુધી કહે છે કે, જો અમે ભારત સામે ફક્ત વર્લ્ડ કપમાં જીત મેળવી લો તો પણ અમને ખુશી થશે. મને આશા છે કે અમે ભારત સામે વર્લ્ડ કપ મેચમાં પરાજયનો સિલસિલો તોડવામાં સફળ રહીશું.



ઇન્ઝમામે કહ્યું હતું કે વર્લ્ડ કપનો મતલબ ફક્ત ભારત સામે રમાનાર મેચ નથી. પાકિસ્તાનમાં અન્ય ટીમોને પણ હરાવવાની ક્ષમતા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન વન-ડેમાં સતત 10 પરાજય મેળવી વર્લ્ડ કપમાં રમવા આવ્યું છે.