'સાસુની કચકચ અને માવડિયા અભિષેકથી કંટાળેલી ઐશ લેશે ડિવોર્સ', આ અહેવાલ સામે જુનિયર બચ્ચને આપી શું પ્રતિક્રિયા?
તેમણે કહ્યું હતું કે તેઓ અમિતાભ-જયાને મળ્યાં તે પહેલેથી જ બંને અલગ-અલગ ઘરમાં રહે છે. એક પ્રતિક્ષામાં રહે છે, જ્યારે બીજી વ્યક્તિ જનકમાં રહે છે. એ સમયે અમરસિંહે સ્પષ્ટતા કરી હતી કે ઐશ્વર્યા અને જયા વચ્ચેના સંબંધોમાં જે પણ ખટાશ આવી તેના માટે તે જવાબદાર નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆમ, અભિષેક હંમેશા પોતાના સંબંધોની સ્પષ્ટતા કરી દેતો હોય છે પણ આ વખતે હજી સુધી તેણે કોઈ જ પ્રકારનું નિવેદન નોંધાવ્યું નથી. એક સમયના બચ્ચનપરિવારના ખાસ નેતા અમરસિંહે દાવો કર્યો હતો કે અમિતાભ બચ્ચન તથા જયા વર્ષોથી અલગ-અલગ ઘરમાં રહે છે. આટલું જ નહીં જયા બચ્ચન તથા ઐશ્વર્યા રાયના સંબંધો પણ સારા નથી.
અભિ-એશે 2007માં 20 એપ્રિલે લગ્ન કર્યાં હતાં. ગયા મહિને જ આ બંનેના લગ્નને 10 વર્ષ થયા હતાં. 2014માં પણ અભિ તથા એશના ડિવોર્સની ચર્ચા ચાલી હતી. એ વખતે વાત એટલી વધી ગઈ હતી કે અભિએ ટ્વિટર પર આને લઈ ટ્વિટ પણ કર્યું હતું.
અલગ થવા માટે માટે અભિષેકની માતા જયા બચ્ચન જવાબદાર હોવાની ચર્ચા છે. હકીકતમાં ઐશ્વર્યા અને જયા વચ્ચે મતભેદ હોવાની ચર્ચા બહુ લાંબા સમયથી ચાલી રહી છે પણ હવે આ ઝઘડો તમામ હદો વટાવી ગયો છે.
હકીકતમાં અભિ અને એશે જ્યારથી લગ્ન કર્યા છે, ત્યારથી તેના તથા સાસુ જયા બચ્ચનના સંબંધોને લઈને અનેક ચર્ચા થતી રહે છે. આ વખતે પણ કહેવામાં આવી રહ્યું છે કે સાસુ-વહુ વચ્ચે વિખવાદ થયો હતો અને એશ અલગ રહેવા માંગે છે. જોકે, અભિષેક પોતાના માતાપિતાથી અલગ થવા માંગતો નથી. જેને કારણે સતત મુશ્કેલીમાં રહેતી એશે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું છે.
નવી દિલ્હીઃ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કામણ પાથરનાર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચની રિયલ લાઈફમાં કંઈ ઠીક ન હોવાના સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર એશ અને અભિષેકનું લગ્ન જીવન કંઈક ઠીક નથી ચાલી રહ્યું અને ઐશ્વર્યાએ પોતાના પતિથી અલગ હોવાનું મન બનાવી લીધું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -