વડોદરામાં એક સાથે 5 હજારથી વધુ લોકોએ કરી સફાઈ, ગિનિસ બુકમાં મળ્યું સ્થાન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસવા કિલોમીટરની લંબાઇમાં 50-50 નાગરિકોની ટીમ બનાવીને કુલ 5000થી વધુ નાગરિકો કલીન સ્વીપ વડોદરા રેકર્ડમાં સહભાગી થયા હતા. અને તેમના હાથમાં 2 લાખ રૂપિયાના ખર્ચે લવાયેલા 5000 ઝાડુ આપવામાં આવ્યા હતા.
એક જ સ્થળે સૌથી વધુ લોકો દ્વારા થયેલી સફાઇ માટે ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડની ટીમ દ્વારા સર્ટિફીકેટ એનાયત કરાયું ત્યારે એડીશનલ સિટી એન્જિનીયર શૈલેશ નાયક, એચ જે તાપરિયા, કશ્યપ શાહ સહિતના અધિકારીઓએ સ્ટેજ પર તેની ખુશી વ્યકત કરી હતી.
જેની સામે 10 હજાર નાગરિકોએ ઓનલાઇન નોંધણી સાથે ફોર્મ ડાઉન લોડ કર્યા હતા તો 4 હજાર લોકોએ હાર્ડ કોપી મેળવી હતી. પરંતુ, સવારે છ વાગ્યાથી સવા આઠ વાગ્યા સુધીમાં 5058 નાગરિકોની એન્ટ્રી થયા બાદ પાલિકા તરફથી બાકીના લોકોને એન્ટ્રી આપવાનું બંધ કરાયું હતું.
પાલિકા તરફથી આયોજિત ફનસ્ટ્રીટમાં અંતિમ રવિવારે સવા કિલોમીટરના ભાગમાં એક સાથે 5 ૦૦૦ લોકો ઝાડુ મારી સફાઇ કરવાનો વલ્ડ રેકડ કરવાનું આયોજન કરવામાં આાવ્યું હતું.
તેમણે ટ્વીટમાં જણાવ્યુ હતું કે દેશભરમાં સ્વચ્છતા માટે દેશવાસીઓની ભાવના જોવા મળી છે અને 125 કરોડ દેશવાસીઓ સ્વચ્છતા માટે તત્પર છે.
રવિવારે અકોટા બ્રિજ પર થયેલા સ્વચ્છતાના વર્લ્ડ રેકર્ડને વડાપ્રધાને પણ બિરદાવ્યો હતો. વડાપ્રધાને એકપછી એક ત્રણ ટ્વીટ કરી વડોદરાવાસીઓની સ્વચ્છતાની નેમને વખાણી હતી. વડાપ્રધાને કરેલા ટ્વીટમાં જણાવ્યુ હતું કે દેશના 10 સ્વચ્છ શહેરોમાં સ્થાન પામી વડોદરાવાસીઓએ પ્રેરણા આપી છે અને વીએમસીએ જાહેર સ્થળે સ્વચ્છતા રેકર્ડ સ્થાપિત કર્યો છે.
આ સ્વચ્છતા અભિયાનમાં 5 હજાર અને 58 લોકો જોડાયા હતા. કાર્યક્રમનું વડોદરા શહેરના અકોટા દાંડિયાબજાર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આમ વડોદરાવાસીઓએ ગીનીસ બુકમાં અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
વડોદરા: વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનમાં એક સાથે પાંચ હજાર લોકો જોડાયા હતા. જેને પગલે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ અગાઉ આ રેકોર્ડ મેક્સિકોના નામે હતો. જેમાં એકસાથે 1700 લોકો સ્વચ્છતા માટે જોડાયા હતા. આમ વડોદરા શહેરમાં એકસાથે 5 હજાર લોકોએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઇને એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -