બોમ્બે ટાઈમ્સને આપેલ ઇન્ટરવ્યૂમાં અસિત મોદીએ કહ્યું કે, ‘મારે નવી દયાબેનની શોધખોળ શરૂ કરવી પડશે. કોઈપણ શોથી મોટું ન હોઈ શકે. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નવા ચેહરા સાથે આગળ વધશે. કારણ કે દયાબેન વગર શોનો પરિવાર અધૂરો છે.’
અસિત મોદીએ કહ્યું કે, ‘આ દેશમાં અનેક સારી કામકાજી મહિલાઓ પ્રેગ્નેન્ટ થાય છે અને મેટરનિટી બ્રેક પર જાય છે બાળકને જન્મ આપે છે અને કામ પર પરત ફરે છે. આજે મહિલાઓ બાળકને જન્મ આપ્યા પછી પણ કામ કરે છે. અમે દિશાને રજા આપી, પરંતુ અમે કાયમી માટે રાહ ન જોઈ શકીએ.’
પ્રોડ્યૂસરે કહ્યું, ‘કોઈપણ એક્ટ્રેસને રાતોરાત રિપ્લેસ નથી કરી શકાતી. એક મહિના પહેલા કહાનીના ટ્રેક એડવાન્સમાં તૈયાર કરવા પડે છે. હાલમાં અમે દયાબેનના રોલ માટે ઓડિશનના શરૂઆતની પ્રક્રિયા શરૂ કરી છે. અમને હાલમાં નથી ખબર ભવિષ્યમાં શું થશે. પરંતુ એ ચોક્કસ કહીશ કે શો આગળ વધશે.’