દીપિકા પાદુકોણે કહ્યું હતું કે, કુશલ પંજાબીની પ્રોફેશનલ લાઈફ સારી ચાલી રહી હતી. પરંતુ કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, તેની મોતનું કારણ પ્રોફેશનલ જ છે. જ્યારે કેટલાંક લોકો તેનું કારણ પર્સનલ લાઈફ ગણાવી રહ્યાં છે. પરંતુ સાચી વાત તો એ છે કે, આમાંથી કોઈ વાત યોગ્ય નથી.
વધુમાં દીપિકાએ જણાવ્યું હતું કે, તમને કઈ વાત પરેશાન કરી શકે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તે તમારી લાઈફમાં કરી રહ્યા હશો. આ અંગે તેમના પરિવાર તેમજ નજીકના લોકોને ખબર ન પડી અને તે આ વાતને છુપાવવામાં કામયાબ થઈ ગયો હતો. ડિપ્રેશન એક જટિલ બીમારી છે. જેને લઈને ઘણાં લોકોના મોત થયેલા છે. આ નિરાશાજનક છે કારણ કે જો એવું ન હોત તો તેનો જીવ બચાવી શક્યા હતા.
આ પહેલા કુશલ પંજાબીના પિતાએ કહ્યું હતું કે, આત્મહત્યા કરતા પહેલા કુશલ પંજાબી બિલકુલ સારો હતો. તેને મારી સાથે ડિનર અને ડ્રિંક કર્યું હતું. અમારી વચ્ચે કોઈ ખાસ વાતચીત થઈ નહોતી. એવી વાત થઈ હતી જે એક પિતા અને પુત્ર વચ્ચે થાય છે.
ટીવી અભિનેતા કુશલ પંજાબીએ 26 ડિસેમ્બરે પોતાના ઘરે પંખા સાથે લટકીને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા બાદ કુશલની પાસે એક સુસાઈડ નોટ મળી હતી. આ નોટમાં તેને તેની મોત માટે કોઇને જવાબદાર ગણાવ્યા નહોતા.