આસામમાં નાગરિકતા સંશોધન કાયદાની સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈ સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. રેપિડ એકશન ફોર્સની સાથે સાથે સ્થાનિક પોલીસ સ્ટેડિયમમાં ચારે બાજુ તૈનાત કરી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં પર્સ અને મોબાઇલ સિવાય કોઇપણ વસ્તુ લઈ જવા પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.
ભારતનો ટી20 મેચમાં રેકોર્ડઃ ભારતે અત્યાર સુધીમાં રમેલી 126 ટી-20 મેચમાંથી 78 જીતી છે અને 44માં હાર થઈ છે. જ્યારે ન્યૂઝીલેન્ડે 126 ટી20 મેચમાં 61 જીતી છએ અને 56 મેચ હારી છે. શ્રીલંકાએ 123 ટી20માંથી 59 જીતી છે અને 61 હારી છે. ઓસ્ટ્રેલિયા 121 મેચ, વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝ 119 મેચ, દક્ષિણ આફ્રિકા 115 મેચ અને ઈંગ્લેન્ડ 114 ટી20 મેચ રમી ચુકયા છે.
સ્ટેડિયમ જોવા મળશે હાઉસફૂલઃ આસામ ક્રિકેટ એસોસિએશનના સચિવ દેવજીત લોન સૈકિયાએ જણાવ્યું, આ મેચ માટે છેલ્લા બે મહિનાથી તૈયારી થતી હતી અને આ મેચની યજમાની તૈયારી માટે પૂરી રીતે તૈયાર છીએ. મેચની 27,000 ટિકિટ વેચાઈ ચુકી છે અને સ્ટેડિયમ હાઉસફૂલ જોવા મળશે.
ખેડૂતો માટે માઠા સમાચાર, વાતાવરણમાં ફરી આવશે પલટો, જાણો રાજ્યમાં કઈ જગ્યાએ પડશે વરસાદ
IND v SL: આજે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
…જો વિંગ કમાંડર અભિનંદન પાસે રાફેલ હોત તો પરિણામ અલગ જ હોતઃ પૂર્વ એર ચીફ માર્શલ