આ એક્ટ્રેસ સાથે લગ્નના બંધનમાં બંધાશે ‘બાહુબલી’ સ્ટાર પ્રભાસ? જાણો શું છે તેમના લગ્નનું સત્ય...
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા પ્રભાસ અને બૉલીવુડમાં તેમની કૉ-સ્ટાર અનુષ્કા શેટ્ટી સાથે અફેર હોવાની ચર્ચા પણ હતી. બન્નેએ વારંવાર ના પાડવા છતાં આ વાતને હવા આપવામાં આવી હતી. બાદમાં પ્રભાસને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમને કહ્યું કે, તે પોતાની પર્સનલ લાઇફને લાઇમલાઇટથી દુર રાખવા માગુ છું.
પ્રભાસને કેટલાય લોકો તેમની પર્સનલ લાઇફ વિશે પ્રશ્નો પુછે છે, હું મારા પ્રાઇવેટ લાઇફને પબ્લિકલી શેર કરવાનું પસંદ નથી કરતો. મને લાગે છે કે જ્યારે પણ મારા લગ્ન થવાના હશે તેની માહિતી હું મારા ફેન્સ સાથે જરૂર શેર કરીશ.
અત્યારે પ્રભાસ ફિલ્મ સાહોના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં તેના અપૉઝિટ શ્રદ્ધા કપૂર કામ કરતી દેખાશે. પ્રભાસ ફિલ્મના શૂટિંગના સિલસિલામાં આજકાલ હૈદરાબાદમાં છે.
ચિરંજીવીએ એક સત્તાવાર નિવેદન આપતા કહ્યું કે, પ્રભાસ અને નિહારિકાના લગ્નના સમાચાર માત્ર એક અફવા છે અને આવી ખોટી વાતો બંધ થવી જોઇએ.
કોણ છે નિહારિકાઃ- 24 વર્ષીય નિહારિકા એક એક્ટર અને પ્રૉડ્યૂસર છે. તે એક્ટર-પ્રૉડ્યૂસર નાગેન્દ્ર બાબુની પુત્રી અને તેલુગુ સુપરસ્ટાર ચિરંજીવીની ભત્રીજી છે. નિહારિકાએ પોતાની કેરિયરની શરૂઆત વર્ષ 2016માં ફિલ્મ Oka Manusu થી કરી હતી. તે પોતાના બેનર 'પિન્ક એલિફન્ટ પિક્ચર્સ' હેઠળ ફિલ્મ પ્રૉડ્યૂસ કરી ચૂકી છે. આ ઉપરાંત નિહારિકા તેલુગુ ડાન્સ રિયાલિટી શૉને હૉસ્ટ પણ કરી ચૂકી છે.
મુંબઇઃ બાહુબલી ફેમ એક્ટર અને સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ ટુંકસમયમાં લગ્ન કરશે એવી વાતો અત્યારે ચર્ચાના ચગડોળે ચઢી છે. સમાચાર છે કે, તે મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી નિહારિકાની સાથે લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે, પણ જેવી આ ચર્ચાએ વેગ પકડ્યો, ખુદ ચિરંજીવીએ સામે આવીને આ વાતને રદિયો આપ્યો હતો.