અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવવામાં કાદરખાનનું હતું બહુ મોટું યોગદાન, જાણો વિગત
કાદર ખાને, બેનામ (1974), અમર અકબર એંથની (1977), પરવરીશ (1977), મુક્કદર કા સિકંદર (1978), સુહાગ (1979), મી. નટવરલાલ (1979), યારાના (1981), દેશ પ્રેમ (1982), લાવારીશ (1982), ખુદ્દાર (1982), કૂલી (1983), શરાબી (1984) અને ગંગા જમના સરસ્વતી (1988) જેવી ફિલ્મો માટે ડાયલોગ્સ લખ્યા છે.
મુંબઈઃ જાણીતા અભિનેતા કાદર ખાનનું કેનેડાની એક હોસ્પિટલમાં નિધન થયું છે. પીટીઆઈ અનુસાર, કાદર ખાનના નિધનની પુષ્ટિ તેના દીકરા સરફરાઝે કરી છે. તે વિતેલા 16-17 વર્ષતી હોસ્પિટલમાં હતા. ડાયલોક હોય કે સ્ક્રિપ્ટ રાઈટિંગ, કોમેડી હોય કે વિલન કાદર ખાન બોલિવૂડના એવા કલાકારમાં છે જેણે પડદા પાછળ અને પડદા પર રહીને બન્નેમાં શાનદાર કામ કર્યું છે.
બોલિવૂડમાં કામ કરવાની સાથે સાથે તેણે બોલિવૂડના કેટલાક સ્ટારની કારકિર્દી બનાવવામાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. 70 દાયકામાં જ્યારે અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની ઓળખ બનાવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે તેને કાદરખાનનો સાથ મળ્યો હતો. કાદર ખાને જ સ્ટ્રગલ કરી રહેલ અમિતાભ બચ્ચનને એંગ્રી યંગમેન બનાવ્યા હતા. એ એવો સમય હતો જ્યારે કાદર ખાન જં કંઈપણ લખતા હતા તે પડદા પર હિટ થઈ જતું હતું.