ગુજરાતના સ્કૂલોમાં ફરજીયાત ‘જય હિંદ’ અને ‘જય ભારત’ બોલવું પડશે, જાણો કારણ
આ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, બાળકોમાં બાળપણથી જ દેશપ્રેમની ભાવના જાગે તે માટે પ્રયાસો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ શિક્ષણમંત્રીએ રાજ્યની તમામ શાળામાં નવા નિયમનો અમલ કરવાની સૂચના આપી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આ નિયમ લાગુ પડશે. શિક્ષણ વિભાગની રિવ્યુ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય શિક્ષણ વિભાગની તારીખ 31મી ડિસેમ્બરે રીવ્યૂ મીટિંગ મળી હતી.
દેશ ભક્તિ અને રાષ્ટ્ર ભાવનાના ઉદ્દેશ્યથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાજરી પુરાવવા યસ સર, પ્રેઝેન્ટ સરના બદલે ‘જય હિંદ’ બોલવું પડશે. જેમાં હાજરી પુરાવવા વિદ્યાર્થીઓએ ‘જય હિંદ’ બોલવું પડશે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
અમદાવાદ: શાળાના વિદ્યાર્થીઓમાં નાનપણથી જ દેશભક્તિના ગુણ આવે તે માટે તારીખ 1 જાન્યુઆરીથી ખાનગી તેમજ સરકારી તથા સેમી ગ્રાન્ટેડની તમામ શાળાઓમાં બાળકોને જય ભારત, જય હિંદ બોલાવવું ફરજિયાત કરવાની સૂચના આપવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -