આ મહાન અભિનેત્રીને મળેલા ટ્રિપલ તલાક, પતિને પસ્તાવો થતાં બીજા પુરૂષ સાથે સેક્સ માણવું પડ્યું ને ફરી કર્યાં નિકાહ, જાણો વિગત
મીનાકુમારી ફક્ત 39 વર્ષની ઉંમરે 1972માં ગુજરી ગઈ. મુસ્લિમ પર્સનલ લો મુજબ મુસ્લિમ સ્ત્રીના તલાક પછી જૂના પતિ સાથે ફરીથી લગ્ન કરવા માંગે તો તેણે પહેલાં કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરીને શારીરિક સંબંધ બનાવવા પડે. પછી તેના નવા પતિને તલાક આપીને પૂર્વ પતિ સાથે લગ્ન કરી શકે. આ નિકાહને હલાલા કહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીના કુમારીએ લખ્યું હતું કે જ્યારે મારે ધર્મના નામ પર મારા શરીરને બીજા પુરુષને સોંપવું પડ્યું તો પછી મારામાં અને વેશ્યામાં ફરક શું રહ્યો? આ ઘટનાએ મીનાકુમારીને માનસિક રીતે તોડીને મૂકી દીધી હતી અને ત્યારબાદ તે માનસિક શાંતિ માટે શરાબ પીવા લાગી હતી. માનસિક તણાવ અને શરાબ જ તેના અકાળ મોતનું કારણ બન્યું હતું.
કમાલ અમરોહીએ મીના કુમારીના નિકાહ તેમના મિત્ર અમાન ઉલ્લા ખાન સાથે કરાવ્યાં. ખાન જાણીતી અભિનેત્રી ઝીન્નત અમાનના પિતા હતા. મીના કુમારીએ નવા પતિ સાથે શારીરિક સંબધો બાંધીને સેક્સ માણ્યું અને ઈદ્દત એટલે કે માસિક આવ્યા બાદ તેમણે નવા પતિથી તલાક લઈને જૂના પતિ કમાલ અમરોહી સાથે ફરીથી લગ્ન કર્યાં.
જો કે મૌલવીઓએ તેનો વિરોધ કર્યો અને જણાવ્યું કે બંનેએ ફરી નિકાહ કરવાં હોય તો પહેલાં મીના કુમારીએ ‘હલાલા’માંથી પસાર થવું પડશે. મકલબ કે મીનાકુમારીએ બીજા પુરૂષ સાથે લગ્ન કરીને શારીરિક સંબંધો બાંધવા પડશે. મીનાકુમારી માટે આ વાત આઘાતજનક હતી પણ કમાલના આગ્રહ સામે તેમણે નમતું જોખવું પડ્યું.
મીનાકુમારીનું નામ મહજબી બાનો હતું અને મીના કુમારીના લગ્ન પાકીઝા જેવી યાદગાર ફિલ્મના ફિલ્મના દિગ્દર્શક કમાલ અમરોહી સાથે થયા હતાં. એકવાર મીના કુમારીને અમરોહીએ ગુસ્સામાં આવીને ટ્રિપલ તલાક આપી દીધા હતા. ત્યાર બાદ પસ્તાવો થતાં તેમણે મીના કુમારી સાથે ફરીથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી.
મીનાકુમારી માટે અત્યંત આઘાતજનક વાત એ છે કે તેણે પોતાના પતિ સાથે ફરી લગ્ન કરવા હલાલા નિકાહ કરવા પડ્યાં હતા અને અન્ય પુરૂષ સાથે એક રાત વિતાવીને સેક્સ માણવું પડ્યું હતું. એ પછી તે માસિક ધર્મમાં આવી પછી બીજા પતિને તલાક આપીને તે ફરી પોતાના પહેલા પતિને પરણી હતી.
મુંબઈઃ ટ્રિપલ તલાક પર સુપ્રીમ કોર્ટે સોમવારે ઐતિહાસિક ચૂકાદો તેના કારણે આ મુદ્દો ભારે ચર્ચામાં છે. ટ્રિપલ તલાકનો ભોગ બનેલી મહિલાઓ પોતાની વ્યથા વર્ણવી રહી છે ત્યારે જાણીને આંચકો લાગશે કે ભારતીય ફિલ્મ ઈતિહાસની સૌથી મહાન અભિનેત્રી પૈકીની એક એવી મીનાકુમારી પણ ટ્રિપલ તલાકનો ભોગ બની હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -