✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રોહિતે શેટ્ટી આ હીરોઈનની સાડીને કરતો ઈસ્ત્રી, આ હીરોઈનોના સ્પોટ બોય તરીકે પણ કામ કરેલું, જાણો સંઘર્ષની વાતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Feb 2018 02:58 PM (IST)
1

2

3

રોહિત શેટ્ટીએ ‘ચેન્નઇ એક્સપ્રેસ’, ‘દિલવાલે’, ‘સિંઘમ’, ‘હકીકત’, ગોલમાલ સીરિઝ, ઓલ ધ બેસ્ટ, સન્ડે, સહિતની અનેક બ્લોકબસ્ટ ફિલ્મો ડિરેક્ટ કરી ચૂક્યા છે. રોહિત શેટ્ટીએ ફક્ત 17 વર્ષની ઉંમરમાં ફિલ્મ ફૂલ ઔર કાંટેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટરની ભૂમિકા ભજવી હતી. તે સિવાય સુહાગ, પ્યાર તો હોના હી થા, રાજૂ ચાચા જેવી અનેક ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. ડિરેક્ટર તરીકે રોહિત શેટ્ટીની પ્રથમ ફિલ્મ 2003માં આવેલી જમીન હતી.

4

આજ કારણ છે કે રોહિત શેટ્ટી આજે તમામ બાબતોમાં નાની નાની બાબતોનું ધ્યાન રાખે છે. રોહિત શેટ્ટી આગામી ફિલ્મ સિમ્બા કરી રહ્યા છે જેમાં ખિલજી રણવિર સિંહ એક પોલીસ ઇન્સ્પેક્ટરના રોલમાં જોવા મળશે. સાથે ફિલ્મમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંત પણ એક મહત્વની ભૂમિકામાં દેખાશે.

5

રિયાલીટી ટીવી શો ઇન્ડિયાઝ નેક્સ્ટ સુપરસ્ટાર દરમિયાન બોલતા રોહિત શેટ્ટીએ કહ્યું કે, દિલવાલેમાં કાજોલના મેકઅપને ટચઅપ આપવાથી લઇને તેમના સ્પોટબોયનું કામ કર્યું હતું. આજે યુવાનો રોહિત શેટ્ટીની ફિલ્મો જોઇને ખુશ થાય છે અને લોકો તેમની સફળતાને નસીબ માને છે પરંતુ રોહિત શેટ્ટીને સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડી છે.

6

રોહિત શેટ્ટીએ જણાવ્યું કે, 1995માં આવેલી અજય અને તબ્બૂની ફિલ્મ હકીકતમાં તે એક સ્પોટબોય હતા અને આ દરમિયાન તેઓ તબ્બૂની સાડીઓને ઇસ્ત્રી કરતા હતા. જ્યારે આજે સમય છે કે રોહિત શેટ્ટીએ અજય દેવગણ અને તબ્બૂને લઇને સુપરહિટ ફિલ્મ ગોલમાલ અગેઇન બનાવી દીધી હતી.

7

મુંબઇઃ બોલિવૂડના જાણીતા ડિરેક્ટર રોહિત શેટ્ટીએ પોતાની સફળતા પાછળની સંઘર્ષની કહાની અંગે ખુલાસો કરતા સૌ કોઇ અચંબામાં પડી ગયા હતા. રોહિત શેટ્ટીને સફળતા નસીબને કારણે નહી પરંતુ આકરી મહેનતને કારણે મળી છે. ‘ગોલમાલ’ સિંઘમ જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા રોહિત શેટ્ટીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તે બોલિવૂડ એક્ટ્રેસ તબ્બૂ અને કાજોલ જેવી એક્ટ્રેસના સ્પોટ બોય રહી ચૂક્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • રોહિતે શેટ્ટી આ હીરોઈનની સાડીને કરતો ઈસ્ત્રી, આ હીરોઈનોના સ્પોટ બોય તરીકે પણ કામ કરેલું, જાણો સંઘર્ષની વાતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.