અમદાવાદઃ ઈસ્કોનના પૂજારીએ પૂજા કરવા આવતી વોચમેનની પત્નિ સાથે બાંધ્યા સંબંધ, પછી શું કર્યું ?
અમદાવાદઃ શહેરના એસ.જી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરનો પૂજારી મંદિરના જ સિક્યોરિટી ગાર્ડની પત્ની અને તેની બે દીકરીઓને લઇને ભાગી ગયો હતો. પૂજારી સિક્યોરિટી ગાર્ડની પત્ની સાથે ભાગી જવાનો પ્લાન અગાઉથી જ બનાવ્યો હતો. પૂજારીએ પ્રેમિકા સાથે ભાગતા અગાઉ તેના પતિ પાસેથી છૂટાછેડા લેવડાવ્યા હતા. પોલીસે હાલમાં પૂજારી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુદામાએ પોતાની પ્રેમિકાને ભગાડવાની પુરી તૈયારી કરી લીધી હતી. અને આ માટે તેણે 27 એપ્રિલ 2017ના રોજ વિજયસિંહ સાથે નોટરી કરાર કરી આશા પાસે છૂટાછેડા લેવડાવી દીધા હતા. બીજી તરફ પૂજારી સુદામા પ્રેમિકા આશા અને તેની બે દીકરીઓને ભગાડી ગયો હતો. સુદામા તેની પત્નીને લઇને બનારસ ઇસ્કોન મંદિરમાં ગયો હોવાની જાણ થતાં તેણે સેટેલાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ ડીબી રાણાના જણાવ્યા મુજબ આરોપી બનારસ ઇસ્કોન મંદિરમાં સ્થાયી થયો હોવાની જાણ થતાં અમે એક ટીમ બનારસ મોકલવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, વિજયસિંહ મહાજનસિંહ ચૌધરી સેટેલાઇટમાં એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો. તે છેલ્લા 16 વર્ષથી ઇસ્કોન મંદિર કોમ્પ્લેક્ષમાં જ પરિવાર સાથે રહેતો હતો. મૂળ રાજસ્થાનનો વિજયસિંહ ઘણા સમયથી અહી રહી નોકરી કરતો હોઇ તેની પત્ની આશા પૂજા માટે અનેકવાર મંદિરમાં આવતી હતી.
આ બનાવ બાદ ડોક્ટર પાલીતાણાથી ઘરે સણોસરા પહોંચ્યા. તેમણે પોતાની પત્ની તથા સાળાને હકીકત જણાવી હતી. પત્ની અને સાળાએ તેમને હિંમત આપી ધરપત રાખવાનું કહી આ બ્લેકમેઈલિંગને તાબે થવાના બદલે તેમનાં કરતુતને બહાર લાવવા પોલીસનો સંપર્ક કર્યો હતો.
2001માં વિજયસિંહ વેજલપુર વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતો ત્યારે વિપુલભાઇ સુથાર સાથે તેની મિત્રતા બંધાઇ હતી. બાદમાં વિજયસિંહને વિપુલની બહેન આશા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો જેના બાદમાં લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ વિજયસિંહ અને આશા થલતેજમાં ભાડેથી રહેવા લાગ્યા હતા. તેમના પરિવારમાં બે દીકરીઓ છે.
આ દરમિયાન મંદિરના પૂજારી સુદામા સાથે આશાને પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, સમય જતાં પૂજારી સુદામા અને આશાના પ્રેમસંબંધની જાણ વિજયસિંહને થઇ હતી. વિજયસિંહે પોતાની પત્નીને સમજાવી વાતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -