ક્રિકેટર બ્રેવો સાથે જેના અફેરની ચર્ચા છે તે એક્ટ્રેસ નતાશા સુરી કોણ છે? બંને દસ વર્ષ પહેલાં કઈ રીતે મળેલાં? જાણો વિગત
નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પણ આ ફોટોને શેર કરતાં લખ્યું છે કે, આઇપીએલમાં મારા મિત્ર ડ્વેન બ્રાવોને ઘણી શુભેચ્છાઓ અને તે ઘણી ફની સ્ટૉરી છે તે મને 10 વર્ષ પહેલા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક રિપોર્ટ અનુસાર, બ્રાવો અને નતાશા સુરી છેલ્લા કેટલાય સમયથી એકબીજાના સંપર્કમાં છે, આઇપીએલના ઉદઘાટન સમારોહથી આજ સુધી બન્ને સાથે રહ્યાં છે. તાજેતરમાં મુંબઇની એક હૉટલમાં બન્નેનો કૉફી પીતો ફોટો વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા બન્ને સ્ટાર્સ કૉફી શૉમાં પણ સાથે દેખાયા હતા. નતાશા 2006માં મિસ ઇન્ડિયાનો તાજ જીતી ચૂકી છે. બન્ને એકબીજાને સારા મિત્રો ગણાવે છે.
ઉલ્લેખનીય છે કે, બ્રાવો અત્યારે સિંગલ છે, તાજેતરમાંજ તેની ગર્લફ્રેન્ડ રેજિમાં રામજિતની સાથે બ્રેકઅપ થઇ ચૂક્યો છે.
નતાશાએ કહ્યું કે, તે મિત્ર બ્રાવોને ચિયર કરવા માટે મુંબઇ અને ચૈન્નાઇની આઇપીએલ મેચ વખતે આવ હતી, ત્યારે બ્રાવોએ તેને ટિકીટ અને સ્પેશ્યલ સીટ અવેલેબલ કરાવી આપી હતી.
મુંબઇઃ ભારતમાં આઇપીએલનો ફિવર ક્રિકેટર અને ફેન્સ પર ચઢ્યો છે. 50 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં દેશ અને વિદેશના ખેલાડીઓ એકસાથે જોવા મળી રહ્યાં છે, સાથે બૉલીવુડ એક્ટ્રેસીસ પણ ક્યાંક દેખાઇ રહી છે. આ બધાની વચ્ચે ચેન્નાઇ સુપર કિંગ્સનો સ્ટાર ખેલાડી ડ્વેન બ્રાવોનું અફેર ચર્ચામાં આવ્યું છે. ડ્વેન બ્રાવો મુંબઇની એક હૉટલમાં ઇનસાઇડ એજની એક્ટ્રેસ નતાશા સૂરીને ડેટ કરી રહ્યો હોવાની વાતે જોર પકડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -