આ કારણે સલમાન ખાન રહે છે નાનકડા ફ્લેટમાં, પિતા સલીમ ખાને જણાવ્યું કારણ
નવી દિલ્હીઃ બોલિવૂડના સુલ્તાન સલમાન ખાન મુંબઈના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. સામાન્ય રીતે જ્યાં અમિતાભ બચ્ચનનો બંગલો જલસા, શાહરૂખ ખાનનો મન્નત જાણીતો છે, એવામાં સલમાન ખાન જેવો સુપરસ્ટાર કોઈ બંગલો, વિલા કે પછી પેન્ટહાઉસની જગ્યાએ એપાર્ટમેન્ટમાં રહે છે. તેનું સાચું કારણ સલમાન ખાનના પિતા સલીમ ખાને હાલમાં જ નીલેશ મિશ્રાને આપેલ ખાસ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું.
સલીમ ખાને જણાવ્યું કે, સલમાન માટે એક મોટો બંગલો ખરીદવો સરળ છે, પણ તે અમારી સાથે આ એપાર્ટમેન્ટમાં રહે છે. તેનું કારણ હું છું. સલમાન ઘણીવાર કહી ચૂક્યો છે કે આપણે એક બંગલો લઇએ. પરંતુ હું અહીં 1973માં આવ્યો હતો. હું બીજે જતો નથી એટલે સલમાન પણ અમારી સાથે અહીં રહે છે. સલીમ ખાને કહ્યું કે, અમે મોટા ઘરમાં જઇશું તો સલમાનને બહુ આરામ મળશે. તે મુશ્કેલથી આ એપાર્ટમેન્ટમાં રહે છે. જેના અડઘા ભાગમાં તેણે જિમ બનાવ્યું છે અને અડઘા ભાગમાં તેના સૂઝ-કપડાં અને પોતે રહે છે. તે મેનેજ કરે છે.
તેમણે કહ્યું કે, મેં શરૂઆતમાં બહુ સંઘર્ષ કર્યો. પરંતુ ફિલ્મ 'જંઝીર'ની રીલિઝ સમયે હું આ ઘરમાં આવ્યો ત્યારે મને બહુ જ સારું લાગ્યું. ત્યારે મેં વિચાર્યું હતું કે, આ મારું છેલ્લું ઘર હશે. ત્યારથી જ બસ અહીંયા વસ્યો છું.