✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બોલીવુડનો આ સ્ટાર બન્યો ભાગ્યે જ થતા વિચિત્ર રોગનો ભોગ, ટ્વિટ કરીને આપી શું માહિતી?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Mar 2018 08:23 AM (IST)
બોલીવુડનો આ સ્ટાર બન્યો ભાગ્યે જ થતા વિચિત્ર રોગનો ભોગ, ટ્વિટ કરીને આપી શું માહિતી?
1

ઇરફાને આગળ લખ્યું કે મારા પરિવાર અને મારા મિત્રો મારી સાથે છે અને અમે બધા હાલમાં આ બીમારીમાંથી બહાર નીકળવાના સારા રસ્તા શોધી રહ્યા છીએ. આ પ્રયત્ન દરમિયાન કૃપા કરીને કોઈ અટકળો ન લગાવવી કારણ કે એક સપ્તાહ-દસ દિવસની અંદર હું ખુદ જ તમારી સાથે મારી કહાની શેર કરીશ. ત્યાં સુધી મારા માટે પાર્થાન કરો.

2

ઇરફાને લખ્યું કે, ક્યારેય તમે જાગો ત્યારે તમને જાણવા મળે કે તમારું જીવન સંપૂર્ણ રીતે હલી ગયું છે. વિતેલા 15 દિવસમાં મારું જીવન અનિશ્ચિતતાની કહાની બની ગયું છે. મને તેના વિશે અંદાજ પણ ન હતો કે દુર્લભ કહાનીઓની શોધ કરતાં કરતાં મને એક દુર્લભ બીમારી મળી જશે. જોકે મે આશા નથી છોડી અને હંમેશા પોતાની પસંદની લડાઈ લડી અને આગળ પણ લડતો રહીશ.

3

51 વર્ષીય અભિનેતાએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તે અને તેના પરિવાર માટે આ બીમારીના સમાચાર ખૂબ જ વિચલિત કરનારા છે. સાથે જ તેણે પોતાના પ્રશંસકોને અપીલ કરી કે તે તેના સ્વાસ્થ્ય વિશે કોઈપણ પ્રકારની અટકળો ન લગાડે.

4

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન હાલમાં કોઈ ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે. તેની જાણકારી ખુદ ઇરફાન ખાને ટ્વિટ કરીને આપી છે. તેણે કહ્યું કે, તે કોઈ ગંભીર બીમારીથી પિડાય છે પરંતુ તેનો તપાસ રીપોર્ટ સામે ન આવે ત્યાં સુધી તે આ મામલે કંઈપણ શેર નહીં કરે.

  • હોમ
  • મનોરંજન
  • બોલીવુડનો આ સ્ટાર બન્યો ભાગ્યે જ થતા વિચિત્ર રોગનો ભોગ, ટ્વિટ કરીને આપી શું માહિતી?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.