પુરૂષોની સરખામણીમાં મહિલાઓ શા માટે વારંવાર સ્માર્ટફોન બદલે છે, જાણો
abpasmita.in | 23 Sep 2016 08:39 PM (IST)

નવી દિલ્લી: તમારી સાથે કામ કરતી મહિલા કર્મચારી વધારે વખત તેનો મોબાઈલ બદલે છે અથવા અન્ય પુરૂષની સરખામણીમાં તેનો ફોન જલ્દીથી ખરાબ થઈ જાય છે. એક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પુરૂષોની સરખામણીમાં મહિલાઓ તેનો ફોન વધારે વખત નીચે પાડે છે. સર્વે મુજબ હાથમાંથી મોબાઈલ ફોન પડી જવાના કિસ્સામાં 58 ટકા મહિલાઓ દ્વારા ફોન પડી જવાના કેસ સામે આવ્યા છે. એક તાજા સર્વેમાં જાણવા મળ્યું કે, 50 ટકાથી વધારે લોકોના સ્માર્ટ ફોનની સ્ક્રીન ફોનની ખરીદીના માત્ર આઠ મહિના બાદ જ ટુટી જાય છે. મુસાફરી દરમિયાન, ભીડમાં ટ્રેનમાં અથવા બસમાં ચડતી વખતે, સેલ્ફી લેવાના સમયે ફોન પડી જવાથી મોબાઈલ ખરાબ થઈ જાય છે. સર્વેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન રિપેરીંગમાં આવેલા 4000 થી વધારે સ્માર્ટફોન ખરાબ થવાના કારણોનું વિશ્ર્લેષણ કરવામાં આવ્યું હતું. આ સર્વે ઈલેક્ટ્રોનિક્સ સુરક્ષા કંપની ‘ઓનસાઈટગો’ દ્વારા કરવામાં આવ્યો હતો.