ગાંધીનગરઃ શુક્રવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટવીટર ટાઉન હોલ કાર્યક્રમમાં ફિક્સ પેને લઇને સવાલો જવાબ આપ્યા હતા. જેમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે જે લોકોએ 5 વર્ષ પૂર્ણ કર્યા છે. તેને કાયમી કરી દેવા જોઈએ. આની સામે ફિક્સ પે આંદોલન સમિતિએ આકરી પ્રતિક્રિયા આપી હતી. અને જણાવ્યું આ માત્ર મજાક કરવામાં આવી છે અને સીએમના જવાબથી કોઈ ફિક્સ પે નોકરી કરતા લોકોને સંતોષ નથી અને ટ્વીટર ટાઉન હોલ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ છે.
પ્રવીણ રામે જણાવ્યું કે આવનાર 16 ઓકટોબરે ગાંધીનગર ખાતે જાણ આક્રોશ સંમેલન બોલવામાં આવશે અને તેમાં રાજ્યભરના શોષિત કર્મચારીઓ ભેગા થશે અને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે અને જેમાં ફિક્સ પે અને બેરોજગારીના મુદ્દાની ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ પણ સરકાર અમારી વાતનો સ્વીકાર નહી કરે તો રાજ્યભરમાં હડતાળનું શત્ર ઉગામવામાં આવશે.