નવી દિલ્હીઃ વર્લ્ડ કેન્સર દિવસ દર વર્ષે 4 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે, જેથી વિશ્વમાં કેન્સરને લઈને જાગરૂકતા ફેલાવી શકાય. આ વર્ષની થીમ 'I am and I will' છે. વર્લ્ડ કેન્સર ડે પર વિશ્વભરમાં આ  જીવલેણ બીમારીને લઈને અનેક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. પરંતુ બોલિવૂડની અનેક હસ્તીઓ છે, જેમણે કેન્સર સામે જંગ લડી અને જીતી પણ છે. તેમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે, મનીષા કોઈરાલા, અને લીસા રેનું નામ મોખરાના છે. આવો જાણીએ બોલિવૂડની આ હસ્તીઓ વિશે........



સોનાલી બેન્દ્રે

સોનાલી બેન્દ્રે મેટાસ્ટેટિક કેન્સર સાથે લડી ચૂકીછે. સોનાલી બેન્દ્રેએ ટ્વિટર પર તેની જાણકારી આપી હતી. સોનાલી બેન્દ્રેએ ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી. સોનાલીએ 1994માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આગ’થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ સોનાલીએ સરફરોશ, હમ સાથ સાત હૈ જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગથી છવાઈ ગઈ. શોનાલી અનેક ટીવી શો જેમ કે, ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ, ઇન્ડનય આઈડલ 4 જેવા શોમાં જજની ભૂમિકામાં  જોવા મળી હતી.



મનીષ કોઇરાલા

મનીષા કોઇરાલાએ બોલિવૂડ ફિલ્મ સૌદાગરથી ડેબ્યૂ કર્યું હતું અને તેનું સોંગ ‘ઈલૂ ઈલૂ’ ખૂબ લોકપ્રિય થયું હતું. સલમાનની સાથે તેની ફિલ્મ ‘ખામોશી’ને પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. મનીષા કોઈરાલાને 42 વર્ષની ઉંમરે ઓવેરિયન કેન્સર થયું હતું. આ કેન્સરની સારવાર તેણે ન્યૂયોર્કમાં કરાવી હતી. અનેક સર્જરી અને કીમોથેરાપી બાદ તેને 2015માં કેન્સર મુક્ત જાહેર કરવામાં આવી હતી.



લીસા રે

2009માં ભારતીય મૂળની એકટ્રેસ લીસા રેને Multiple Myeloma (એક પ્રકારનું બ્લડ કેન્સર) થયું હતું. લીસા રે એક વર્ષથી વદારે સમય સુદી કેન્સર સામે લડતી રહી અને 2010માં કેન્સર મુક્ત થઈ. એક્ટ્રેસ લીસા રેને સૌથી વધારે પોપ્યુલારિટી નુસરત ફતેહ અલી ખાનના ગીત આફરીન આફરીનથી મળી હતી. લીસાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2011માં આવેલ ફિલમ કસૂરથી કરી હતી. હાલમાં જ લીસા રેનું પુસ્તક ‘ઇન ક્લોઝ ટૂ ધ બોન’(In Close To The Bone) રિલીઝ થયું. આ પુસ્તકમાં એક્ટ્રેસે કેન્સરને હરાવવાની કહાની લખી છે.