અમદાવાદ: ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. સોમવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. ગુજરાતમાં ફરી એકવાર તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. આગામી 24 કલાકમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કાતિલ ઠંડી પડશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થતાં તાપમાનનો પારો ઘટશે. અમદાવાદમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે, 24 કલાક બાદ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારો પરથી વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે. જેની અસરથી મેદાની પ્રદેશો ઉપરથી પસાર થતાં પવન પ્રભાવિત થશે. જેના કારણે આગામી ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર વધશે.
હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે, સત્તાવાર રીતે હજી સુધી શિયાળાની વિદાય થઈ નથી. જે રીતે તબક્કાવાર ઠંડી લાગી રહી છે, જે રીતે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે તે જોતાં હજુ ઠંડી વધવાની સંભાવના છે. બે દિવસથી તાપમાન વધી રહ્યું છે અને ઠંડીમાં અંશત ઘટાડો જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઠંડીમાં વધારો જોવા મળી શકે છે. 9.2 ડિગ્રીથી ઘટીને 7 ડિગ્રી પર પહોંચી શકે છે. હજી પણ ઠંડીની સત્તાવાર વિદાય માટે વાર છે. હાલ પવન સાથેની ઠંડીથી અનેક શહેરોમાં લોકોને દિવસભર ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે શું કરી આગાહી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Feb 2020 09:17 AM (IST)
આગામી 24 કલાકમાં ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળશે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ડીસા સહિતના વિસ્તારમાં ઠંડીનું જોર વધશે જ્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં કાતિલ ઠંડી પડશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -