લંડનઃ ઇગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડકપ વચ્ચે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને સપોર્ટ કરવા માટે તેની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ લંડન પહોંચી ગઇ છે. અનુષ્કા કોહલી સાથે ઇગ્લેન્ડના રસ્તાઓ પર ફરતા જોવા મળ્યા હતા. બંન્નેની એક તસવીર સામે આવી છે.


આ તસવીર વિરાટ કોહલીના ફેન ક્લબના ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. તસવીર સાથે લખવામાં આવ્યું છે કે લંડનના ઓલ્ડ બોન્ડ સ્ટ્રીટ પર આજે એક સાથે વિરાટ અને અનુષ્કા. વિરાટ અને અનુષ્કાની તસવીર પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચ બાદ સામે આવી છે. નોંધનીય છેકે પાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ બે દિવસના બ્રેક પર છે.