લંડનઃ વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર આવ્યા છે. અંગૂઠાની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાનો ઓપનર હવે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો છે. ધવનના સ્થાને રિષભ પંતને વર્લ્ડકપ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. ધવનના સ્થાને રિષભ પંત ટીમમાં આવવાથી અમુક બાબતોનો ફાયદો પણ થઈ શકે છે.



પંત ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં સામેલ થશે તો તે નંબર ચાર ઉપર બેટિંગ કરી શકે છે. તે જે અંદાજમાં રમે છે તેનાથી ભારતને મિડલ ઓર્ડરમાં ફાયરપાવર મળી શકે છે. હાર્દિક પંડ્યા અને પંતના રૂપમાં ભારત પાસે બે આક્રમક બેટ્સમેન રહેશે.



વર્તમાનમાં ભારતીય મિડલ ઓર્ડરમાં વિજય શંકર, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, ધોની, હાર્દિક પંડ્યા બધા જમણેરી બેટ્સમેન છે. આવા સમયે પંતના રુપમાં ભારતને મિડલ ઓર્ડરમાં ડાબોડી બેટ્સમેન મળ્યો છે. તે મિડલ ઓર્ડરમાં ઝડપથી રન બનાવવાના વિકલ્પ સાથે લેફ્ટ-રાઇટ કોમ્બિનેશન આપી શકે છે.



શિખર ધવન આઈસીસી ટૂર્નામેન્ટમાં સારું રમે છે. સાથે ઇંગ્લેન્ડમાં પણ તેનું પ્રદર્શન શાનદાર છે. જોકે રિષભ પંત પણ આ મામલે ઓછો નથી. તે ગત વર્ષે ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યો છે. જેમાં તેણે સદી પણ ફટકારી હતી. ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચમાં સદી ફટકારવી મોટી વાત છે. તેનો અહીં રમવાનો અનુભવનો લાભ ભારતને મળી શકે છે.


વર્લ્ડકપઃ ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર, ધવન થયો ટુર્નામેન્ટમાંથી બહાર

વર્લ્ડકપઃ ભારત સામે હાર બાદ PCB ચેરમેને કેપ્ટન સરફરાઝને કર્યો ફોન, કહી આ વાત, જાણો વિગત

ENGvAFG: ખતરનાક બાઉન્સર પર ઘાયલ થયા બાદ કેમ તરત જ ઉભો થઈ ગયો આ બેટ્સમેન, હવે કર્યો ખુલાસો