માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં 22મો મુકાબલો એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 25 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 146 રન બનાવી લીધા છે.


ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયેલા શિખર ધવનના સ્થાને ઓપનિંગમાં આવેલા લોકેશ રાહુલે રોહિત શર્મા સાથે મળીને 23.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપ કરી હતી. જે ભારતનો પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપનો રેકોર્ડ છે. લોકેશ રાહુલ 57 રન બનાવી વહાબ રિયાઝની ઓવરમાં આઉટ થતાં ભારતને પ્રથમ ફટકો લાગ્યો હતો.

આ પહેલા છ વર્લ્ડકપમાં જ્યારે ભારતની પાકિસ્તાન સામે ટક્કર થઈ છે ત્યારે અનુક્રમે 25, 90, 37, 53, 48, 34 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

વર્લ્ડકપ 2019 INDvPAK મેચનો સ્કોર જાણવા અહીં કરો ક્લિક

વર્લ્ડકપ 2019 INDvPAK: હાથમાં દાંડિયા અને કેડિયું પહેરી મેચ નીહાળવા ઉમટ્યા ગુજરાતીઓ, જુઓ તસવીર

વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાનની મેચ નિહાળવા કયો બોલીવુડ એક્ટર પહોંચ્યો, ટીમ ઈન્ડિયાના ખેલાડી સાથે કરી મસ્તી, જાણો વિગત

IndvsPak: મહિલા ક્રિકેટરોએ કહી ભારત-પાકિસ્તાન મેચને લઇને મોટી વાત, જુઓ વીડિયો