વર્લ્ડકપ 2019 INDvPAK: હાથમાં દાંડિયા અને કેડિયું પહેરી મેચ નીહાળવા ઉમટ્યા ગુજરાતીઓ, જુઓ તસવીર
abpasmita.in | 16 Jun 2019 04:35 PM (IST)
મેચ નીહાળવા ઈંગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓ સહિત ભારતીયો મોટી સંખ્યમાં માનચેસ્ટરમાં ઉમટ્યા છે. ગુજરાતી ક્રિકેટ ફેન્સ હાથમાં દાંડિયા અને કેડિયું પહેરીને મેચનો રોમાંચ માણી રહ્યા છે.
માનચેસ્ટરઃ વર્લ્ડકપ 2019માં 22મો મુકાબલો એશિયાના બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં વિના વિકેટે 105 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 56 બોલમાં 63 અને લોકેશ રાહુલ 64 બોલમાં 39 રને રમતમાં છે. મેચ નીહાળવા ઈંગ્લેન્ડમાં વસતા ગુજરાતીઓ સહિત ભારતીયો મોટી સંખ્યમાં માનચેસ્ટરમાં ઉમટ્યા છે. ગુજરાતી ક્રિકેટ ફેન્સ હાથમાં દાંડિયા અને કેડિયું પહેરીને મેચનો રોમાંચ માણી રહ્યા છે. ભારતીય ફેન્સ મોટી સંખ્યામાં મેદાનમાં હાજર હોવાથી મેચ ઈંગ્લેન્ડમાં નહીં ભારતમાં રમાતી હોય તેવો માહોલ સર્જાયો છે. વર્લ્ડકપ 2019: INDvPAK મેચનો સ્કોર જાણવા અહીં કરો ક્લિક વર્લ્ડકપ 2019: ભારત-પાકિસ્તાનની મેચ નિહાળવા કયો બોલીવુડ એક્ટર પહોંચ્યો, જાણો વિગત ક્રિકેટ રસિકોમાં ભારત-પાકિસ્તાનની મેચનો જબરદસ્ત ઉત્સાહ, જુઓ વીડિયો