બનારસમાં સુપરસ્ટાર શાહરૂખ ખાનના નામે વેચાઈ રહ્યં છે પાન, જાણો કેટલી છે કિંમત
ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત 'જબ હેરી મેટ સેજલ'માં શાહરુખ ટુરિસ્ટ ગાઇડ હેરીના રોલમાં જોવા મળશે. અનુષ્કા શર્માએ કીલનો રોલ કર્યો છે, જે યુરોપના પ્રવાસે નીકળી છે.
તેવામાં તામ્બુલમ પાનવાળાએ ખાસ મીઠા પાનનું નામ શાહરુખ પાન રાખી દીધું હતું. તે ખાસ પાનને 35 રૂપિયામાં વેચે છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાને જ્યારે વર્ષ 2011માં ડોન-2માં કામ કર્યું હતું ત્યારે ભાગ્યે જ તેને ખબર હશે કે સાત વર્ષ પછી એક પાનનું નામ તેમના નામ પર રાખવામાં આવશે.
અભિનેતા શાહરુખ ખાન તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'ના પ્રચાર માટે બનારસ ગયો હતો. ત્યાં તેણે પ્રસિદ્ધ બનારસી પાન ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફિલ્મની ટીમે તેમની ઇચ્છા પૂરી કરી હતી.
તામ્બુલમ નાની 70 વર્ષ જૂની દુકાનમાંથી સ્પેશિયલ બનારસી મીઠું પાન તૈયાર કરાવાયું હતું. તે બાદ દુકાન સ્થાનિક લોકોમાં વધુ ચર્ચિત થઇ ગઇ. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઇ ગયા હતા. તમામ લોકોએ શાહરુખ માટે બનાવાયેલા ખાસ પાનને ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા નિર્મિત અને ઇમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ' 4 ઓગસ્ટ એટલે કે શુક્રવારે દેશભરમાં રિલીઝ થશે.