'બાહુબલી'ના લેખકનો આવી રહ્યો છે ટીવી શો, જાણો ક્યારથી અને ક્યાં શરુ થશે શો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 May 2017 02:03 PM (IST)
1
આ ટીવી શોમાં કાર્તિક નાયરાનું નામ પણ બાહુબલી ફિલ્મથી પ્રેરાઇને દેવસેના રાખવામાં આવ્યું છે. આ શોમાં જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ તનુજા મુખર્જી પણ હહુમાની ભૂમિકા નિભાવશે. જે દ્રવિડ વંશી એવી નેતા છે જે સમય સમય ભવિષ્યવાણી કરતી જોવા મળશે.
2
મુંબઇઃ બાહુબલી અને બજરંગી ભાઇજાન અને બાહુબલી-2 જેવી ફિલ્મના લેખક વી.વિજયેન્દ્ર નવા ટીવી શો લઇને આવી રહ્યા છે. વિજયેન્દ્રના આ ટીવી શોનું નામ ‘આરંભ’ છે જે સ્ટાર પ્લસ પર આવશે.
3
આ ટીવી શોમાં બે સભ્યતાઓ વચ્ચે પ્રેમ, અહમ અને ટકરાવની લડાઇ છે.આ શોની વાર્તા બાહુબલી ફિલ્મની ‘દેવસેના’ સંબંધિત છે. આ ટીવી શોમાં આર્યવંશ અને દ્રવિડ વંશના બે યોદ્ધા વચ્ચે થનારા યુદ્ધની કહાની છે. જેમાં આર્ય વંશની જવાબદારી ટીવી એક્ટર રજનીશ દુગ્ગલ નિભાવશે જ્યારે દ્રવિડ વંશનું નેતૃત્વ સાઉથની સુપર સ્ટાર એક્ટ્રેસ કાર્તિક નાયરા કરશે.
= 3">